• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Prime Minister Narendra Modi Interacted With The Beneficiaries, Assistance Will Be Distributed To 13 Thousand Beneficiaries Of The District

ભરૂચનો ઉત્કર્ષ સમારોહ:દિવ્યાંગની દીકરીને PM મોદીએ પૂછ્યું, ડોક્ટર કેમ થવું છે?, 'પપ્પાની સમસ્યા જોઈને' એટલું બોલી દીકરી રડી પડી, મોદી પણ ભાવુક થઈ ગયા

ભરૂચ13 દિવસ પહેલા
  • આજે જે પણ કરી રહ્યો એ તમારી પાસેથી શીખ્યો, તમારી વચ્ચે જીવીને વિકાસ-ગરીબી શું હોય એનો અનુભવ કર્યો - PM
  • કાર્યક્રમમાં લાભાર્થી બહેનોએ PM નરેન્દ્ર મોદી માટે 7 ફૂટની રાખડી બનાવી
  • દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, ભોલાવ ખાતે યોજાનારા ઉત્કર્ષ સમારોહમાં લોકોને લાભોનું વિતરણ કરાયું

ભરૂચના ભોલાવ ખાતે યોજાયેલા ઉત્કર્ષ સમારોહમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત રાજ્ય સરકારની ચાર યોજનાઓના સો ટકા લાભાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી. સમારોહમાં તેમણે એક દિવ્યાંગ ઐયુબ પટેલ સાથે વાત કરી હતી. જે દરમિયાન ઐયુબ પટેલની દીકરીને PM મોદીએ પૂછ્યું હતું કે, ડોક્ટર કેમ થવું છે?, ત્યારે 'પપ્પાની સમસ્યા જોઈને..' એટલું બોલી દિવ્યાંગની દીકરી રડી પડી હતી. એ સમયે મોદી પણ ભાવુક થઇ ગયા હતા.

દૃષ્ટિહીન લાભાર્થી સાથે વાતચીત કરતાં પીએમ મોદીએ તેમની પુત્રીઓના શિક્ષણ વિશે પૂછપરછ કરી હતી. જ્યાં પીએમ મોદીએ દીકરીને ડોત્ટર કેમ થવું છે એમ પૂછતાં દીકરી 'પપ્પાની સમસ્યા જોઇને' બોલતાં જ ભાવુક થઈ રડી પડી હતી, જેને જોઇ પીએમ મોદી પણ ભાવુક થઇ ગયા હતા. દેખીતી રીતે PM મોદીએ પ્રજ્ઞાચક્ષુને કહ્યું હતું કે તેમની સંવેદનશીલતા તેમની તાકાત છે. તેમણે એ પણ પૂછ્યું હતું કે તેમણે અને તેમના પરિવારે ઈદ કેવી રીતે ઊજવી. ઉપરાંત તેમણે રસી અપાવવા અને તેમની પુત્રીઓની આકાંક્ષાઓને પોષવા બદલ વડાપ્રધાને લાભાર્થીની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરાયું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરાયું.

સરકારની એક નાનીઅમથી પણ મદદ મળી જાય ત્યારે લોકોનો હોંસલો બુલંદ થઇ જાય છે - પીએમ
ભરૂચના ભોલાવ ખાતે યોજાયેલા ઉત્કર્ષ સમારોહને સંબોધતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે આજનો આ ઉત્કર્ષ સમારોહ ખરેખર ઉત્તમ છે અને આ આ બાબતનું પ્રમાણ છે કે સરકાર ઇમાનદારીથી એક સંકલ્પ લઇને લાભાર્થી સુધી પહોંચે તો તેના સાર્થક પરિણામ મળે છે. તેમણે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તેમજ ગુજરાત સરકારને ચાર યોજનામાં સો ટકા લાભાર્થી આવરી લેવા અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું જ્યારે યોજનાઓના લાભાર્થીઓ જોડે વાત કરી રહ્યો હતો, તો મેં જોયું કે તેમની અંદર કેટલો સંતોષ અને આત્મવિશ્વાસ છે. મુસીબતોનો સામનો કરવા માટે સરકારની એક નાનીઅમથી પણ મદદ મળી જાય ત્યારે લોકોનો હોંસલો બુલંદ થઇ જાય છે.

દિવ્યાંગ પિતા સાથે વાત કરતાં તેમની દીકરી રડી પડી, પીએમ મોદી ભાવુક થયા.
દિવ્યાંગ પિતા સાથે વાત કરતાં તેમની દીકરી રડી પડી, પીએમ મોદી ભાવુક થયા.

આજે હું જે પણ કરી રહ્યો છું એ તમારી પાસેથી શીખ્યો છું - પીએમ
વડાપ્રધાને જણાવ્યું હતું કે ઘણીવાર એવું થાય છે કે માહિતીના અભાવે ઘણા લોકો યોજનાઓના લાભથી વંચિત રહી જાય છે. ક્યારેક યોજનાઓ કાગળ પર જ રહી જાય છે, પરંતુ જ્યારે મક્કમ ઇરાદો હોય અને નિયત સાફ હોય સૌનૌ સાથ સૌનો વિકાસની ભાવના હોય ત્યારે જોઇએ તેવાં પરિણામો મળે છે, જેથી તેમણે આ 100 ટકાનો લાભાર્થીઓનો લક્ષ્યાંક હાંસલ કરવા બદલ ફરી એકવાર આભાર માન્યો હતો. પીએમ પદ પર તેમના કાર્યકાળનાં 8 વર્ષ સેવા, સુશાસન ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું. આજે હું જે પણ કરી રહ્યો છું એ તમારી પાસેથી શીખ્યો છું, તમારી વચ્ચે જ જીવીને વિકાસ શું હોય છે, ગરીબી શું હોય છે એ બધાને ખૂબ નજીકથી અનુભવ્યાં છે અને આ એ જ અનુભવ છે, જેના આધારે દેશની કરોડો જનતા માટે પરિવારના સદસ્યની જેમ કામ કરી રહ્યો છું.

દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, ભોલાવ ખાતે ઉત્કર્ષ સમારોહ યોજાયો.
દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, ભોલાવ ખાતે ઉત્કર્ષ સમારોહ યોજાયો.

ગરીબ કલ્યાણની યોજનાના જે પણ હકદાર છે તે સૌને લાભ મળવો જોઇએ - પીએમ મોદી
સરકારનો નિરંતર પ્રયાસ રહ્યો છે કે ગરીબ કલ્યાણની યોજનાના જે પણ હકદાર છે એ સૌને પૂરો લાભ મળવો જોઇએ. આપણે જ્યારે કોઇપણ યોજનામાં 100 ટકા લક્ષ્યને હાંસલ કરીએ છીએ, એનો એ અર્થ થાય છે કે શાસન-પ્રશાસન સંવેદનશીલ છે.

પીએમે યોજનાઓના લાભાર્થી સાથે સંવાદ સાધ્યો.
પીએમે યોજનાઓના લાભાર્થી સાથે સંવાદ સાધ્યો.

મોદીએ જણાવ્યું હતું કે 2014માં દેશની લગભગ અડધી વસતિ શૌચાલય, રસીકરણ, વીજળી જોડાણ અને બેંક ખાતાં જેવી સુવિધાઓથી વંચિત હતી. વર્ષોથી, દરેકના પ્રયત્નોથી, અમે ઘણી યોજનાઓને 100% સંતૃપ્તિની નજીક લાવવામાં સફળ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે 8 વર્ષ પછી આપણે નવેસરથી સંકલ્પ અને સંકલ્પ સાથે પોતાને સમર્પિત કરવાની જરૂર છે.

પ્રદેશની વિધવા બહેનો દ્વારા તેમને અર્પણ કરવામાં આવેલી રાખડીના રૂપમાં તેમને શક્તિ આપવા બદલ તેમણે મહિલાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમની ઈચ્છાઓ તેના માટે ઢાલ જેવી છે અને તેને વધુ મહેનત કરવા માટે પ્રેરણા આપે છે. દરેકના પ્રયત્નો અને વિશ્વાસને કારણે તેઓ લાલ કિલ્લાની પ્રાચી પરથી સંતૃપ્તિના ઉદ્દેશની જાહેરાત કરી શક્યા. તેમણે વધુમાં કહ્યું હતું કે આ સામાજિક સુરક્ષાનો વિશાળ કાર્યક્રમ છે. તેમણે આ અભિયાનનો સારાંશ ગરીબો માટે ગૌરવ (‘ગરીબ કો ગરિમા’) તરીકે આપ્યો હતો.

ગુજરાતીમાં બોલતા PM મોદીએ ભરૂચના વેપારી અને સાંસ્કૃતિક વારસાને યાદ કર્યા હતા. તેમણે ભરૂચ સાથેના તેમના લાંબા સમયના જોડાણને પણ યાદ કર્યું હતું. તેમણે ઔદ્યોગિક વિકાસ અને સ્થાનિક યુવાનોની આકાંક્ષાઓની અનુભૂતિ અને વિકાસની 'મુખ્ય લાઇન' પર ભરૂચનું સ્થાન નોંધ્યું હતું. તેમણે અર્થતંત્ર, શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી જેવાં નવાં ક્ષેત્રોમાં સંભવિતતા વિશે પણ વાત કરી હતી.

દૃષ્ટિહીન લાભાર્થી સાથે વાતચીત કરતાં પીએમ ભાવુક થયા
એક દૃષ્ટિહીન લાભાર્થી સાથે વાતચીત કરતાં મોદીએ તેમની પુત્રીઓના શિક્ષણ વિશે પૂછપરછ કરી હતી. પિતાની સમસ્યાને લઈને દીકરી ભાવુક થઈ ગઈ, જેને જોઇ પીએમ મોદી પણ ભાવુક થઇ ગયા હતા. આ સિવાય તેમણે એક મહિલા લાભાર્થી સાથે વાતચીત કરી હતી અને તેમના જીવન વિશે પૂછ્યું હતું. સન્માનપૂર્વક જીવન જીવવાના તેમના નિશ્ચયની પ્રશંસા કરી હતી. એક યુવાન વિધવાએ મોદીને તેમનાં બાળકોને સારું જીવન આપવાની તેમની સફર વિશે માહિતી આપી હતી. તેમણે સૂચન કર્યું કે તેમણે નાની બચત કરવી જોઈએ અને અધિકારીઓને તેમની નિર્ધારિત મુસાફરીમાં ટેકો આપવા જણાવ્યું હતું.

પ્રજ્ઞાચક્ષુ પિતાની દીકરી ભાવુક થઇ રડી પડી.
પ્રજ્ઞાચક્ષુ પિતાની દીકરી ભાવુક થઇ રડી પડી.

પ્રધાનમંત્રી મોદી સાથે વાતચીત કરનારા પ્રજ્ઞાચક્ષુ ઐયુબ પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આજે ઉત્કર્ષ સમારોહમાં પ્રધામનંત્રી સાથે સીધી વાત થઇ, જેમાં પ્રધાનમંત્રીએ મારી દીકરી સાથે પણ વાતચીત કરી હતી. તે દરમિયાન મારી દીકરી રડી પડી અને તે જોતાં પ્રધાનમંત્રી પણ રડી પડ્યા, જે જોઇને મને ખૂબ ગર્વ થયો કે આટલા મોટા પદ પર બેઠેલા પીએમ અમારા જેવા સામાન્ય નાગરિકો માટે પણ આટલા ભાવુક છે. પ્રધામનંત્રીની દિવ્યાંગ પેન્શન યોજના હેઠળ મને લાભ મળે છે. બંને દીકરીઓને દર વર્ષે સ્કોલરશીપ મળે છે, અને પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત કોરોનાકાળથી અત્યારસુધી અનાજ મળે છે. મને ગુજરાતભરનો એસટી બસનો પાસ અને રેલવેનો પાસ પણ મળેલો છે.

તેમની દીકરી આલિયા પટેલ સાથે વાત કરતાં તેણીએ જણાવ્યું હતું કે આજે મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે લાઇવ વાતચીત કરી હતી. ત્યાં હું ભાવુક થઇ ગઇ હતી, જે જોઇને પીએમ મોદી પણ ભાવુક થઇ ગયા હતા. આ જોઇ મને એમ થયું કે આખા દેશના વડાપ્રધાન સામાન્ય લોકોની તકલીફ જાણીને પણ ભાવુક થાય છે જે જોઇને મને ખૂબ આનંદ થયો. હું ભવિષ્યમાં ડોક્ટર બનવા માંગુ છું અને લોકોની સેવા કરવા માંગુ છું.

પીએમ માટે લાભાર્થી બહેનોએ બનાવેલી વિશાળ રાખડી આકર્ષણનું કેન્દ્ર બની
ઉત્કર્ષ સમારોહ અંતર્ગત લાભાર્થી બહેનોએ પી.એમ. નરેન્દ્ર મોદી માટે 7 ફૂટની રાખડી બનાવી હતી, જે કાર્યક્રમ દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બની હતી. આમ તો રક્ષાબંધન શ્રાવણ માસમાં આવે છે, પરંતુ હાલ વૈશાખ માસમાં પણ ભરૂચમાં રક્ષાબંધન જેવો અવસર જોવા મળ્યો હતો. ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 હજાર જેટલા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે એક વિશાળ રાખડી સૌના આકર્ષનું કેન્દ્ર બની હતી. લાભાર્થી બહેનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 7 ફૂટની ઊંચાઈ અને 5 ફૂટ લંબાઈ ધરાવતી રાખડી તૈયાર કરી હતી. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળવા બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરવાના હેતુથી આ રાખડી તૈયાર કરવામાં આવી હતી અને પ્રતીકાત્મક રીતે તેમને અર્પણ કરવામાં આવી હતી.

7 ફૂટની રાખડી બની આકર્ષણનું કેન્દ્ર.
7 ફૂટની રાખડી બની આકર્ષણનું કેન્દ્ર.

દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, ભોલાવ, ભરૂચ ખાતે સવારના 8:30 વાગ્યાથી યોજાયેલા આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી, સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના મંત્રી પ્રદીપ પરમાર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગનાં રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, સાંસદ સી. આર. પાટીલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, સાંસદ મનસુખભાઇ વસાવા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...