તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ભરૂચ જિલ્લાના 13 કન્ટેઇનમેન્ટ ઝોનમાં પ્રાથમિક શાળા નહીં ખૂલે

ભરૂચ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાળામાં સુવિધાઓની જવાબદારી DIETની

શિક્ષણ વિભાગે મા. અને ઉ.મા. શાળાઓ અને કોલેજો શરૂ કર્યા બાદ હવે તબક્કાવાર પ્રાથમિક શાળાઓ શરૂ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 18 ફેબ્રુઆરીને ગુરૂવારથી ધો.6 અને 8ના વિદ્યાર્થીઓ માટે વાલીઓની સંમતિ સાથે શાળામાં પ્રવેશ અપાશે. કોવિડ-19ના કેસ ભલે ઓછા થઇ ગયા હોય પણ સાવ બંધ થયા નથી તેથી રાજ્ય સરકારે કન્ટેઇનમેન્ટ ઝોનની શાળાઓ શરૂ ન કરવા અને તે વિસ્તારના બાળકોને શાળામાં ન બોલાવવાનો નિર્ણય કર્યો છે. જેથી ભરૂચ જિલ્લામાં એક્ટિવ કેસો મુજબના 13 કન્ટેઇનમેન્ટ ઝોનની પ્રાથમિક શાળાઓ શરૂ થઇ શકશે નહી.

જોકે તે વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ કાર્ય ચાલુ રાખવા માટે ઓનલાઇન સ્ટડી તમામ વિદ્યાર્થીઓ માટે ચાલુ જ રહેશે. ડીડી ગિરનાર સહિતની ઓનલાઇન અને ટેલિવિઝનના મારફતથી અપાતા હોમલર્નિંગના કાર્યક્રમો ચાલુ રહેશે. પ્રા.શાળાઓમાં વિદ્યાર્થીઓને ડિસ્ટન્સિંગ સાથે બેઠક વ્યવસ્થા કરાવવાની હોવાથી જે શાળાઓમાં પુરતા પ્રમાણમાં બેઠક વ્યવસ્થા ન હોય ત્યા ભૌતિક સુવિધાઓ ઉપલ્બધ કરાવવા માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન, તાલિમ પરીષદ અને જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવનએ કરવાની રહેશે તેમ શિક્ષણ વિભાગે પ્રસિદ્ધ કરેલ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો