તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:બંગાળમાં થયેલી હિંસામાં SC-ST ઉપર થયેલા હુમલા મુદ્દે રજૂઆત

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનજાતિ સુરક્ષા મંચના નેજા હેઠળ કલેક્ટરને આવેદન

પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ ફાટી નીકળેલી હિંસામાં ત્યાંના એસસી, એસટી સમુદાય ઉપર સૌથી વધુ અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. અને હજી પણ ચાલી રહ્યો છે. જે ઘટનાઓને વખોડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અથવા તો રાજ્ય સરકારને બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ સાથે જનજાતિ સુરક્ષા મંચ ગુજરાત રાજ્ય દ્વારા રાષ્ટ્રપતિને સંબોધિને લખેલું આવેદન જિલ્લા કલેક્ટરને સોંપ્યુ હતું.

મંચ દ્વારા કલેક્ટરને અપાયેલા લેખિત આવેદનમાં જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં થોડા સમય પહેલાં જ ચૂંટણી પૂર્ણ થઈ હતી. તેના પરિણામો બાદ લોકતંત્રને શરમાવે તેવી અનેક નિંદનીય ઘટનાઓ બની છે. જેમાં થયેલી હિંસામાં 50થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કેટલાંય ઈજાગ્રસ્ત થયા તો અસંખ્ય લોકોએ પોતાના ઘર છોડી અન્ય વિસ્તારમાં પલાયન કરવાની ફરજ પડી. સંપત્તિને પણ વ્યાપક નુકશાન થયું. મહિલાઓ સાથે પણ અમાનવીય ઘટનાઓ બની તેમાં બાળકો અને વૃદ્ધોને પણ ખૂબ પરેશાન કરવામાં આવ્યા.

ખાસ કરીને એસસી, એસટી સમુદાયો ઉપર અત્યાચારો ગુજારવામાં આવ્યા. જેમાં માત્ર એક જિલ્લાની વાત નહીં પરુંતુ રાજ્યના 16થી 17 જિલ્લાના ગામોમાં આ ઘટનાઓ બની છે. જેને જનજાતિ સુરક્ષા મંચ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ તમામ મામલે સ્થાનિક રાજ્ય સરકારે પીડિતોના પક્ષમાં કોઈ તટસ્થ કાર્યવાહી નહીં કરતાં રાજ્ય સરકારને ભારતીય સંવિધાન અનુચ્છદ 356 મુજબ બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...