વિસર્જન:ભરૂચમાં શ્રીજીની પ્રતિમા વિસર્જન માટે બે કૃત્રિમ કુંડની તૈયારીઓ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ પાલિકા દ્વારા ભગવાન ગણેશની મૂર્તિઓ સન્માનપૂર્વક વિસર્જિત કરવા તેમજ પર્યાવરણને નુકસાન ન થાય તેવી કાળજીપૂર્વકનું આયોજન હાથ ધરાયું છે અને તે માટે એક જે.બી.મોદી બાગ પાસે અને બીજો નર્મદા બંગ્લોઝની પાસે મક્તમપુરમાં કૃત્રિમ કુંડ બનાવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આગામી 19 મી સપ્ટેમ્બરના રોજ 10 દિવસના આતીર્થ બાદ ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે.જોકે નર્મદા નદીમાં પીઓપીની મૂર્તિઓ નર્મદા નદીમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ હોવાના કારણે લોકોને વિસર્જન કરવા કોઈ તકલીફ ન પડે અને નર્મદા નદીને પ્લાસ્ટર ઓફ પેરિસથી પ્રદુષિત થતી અટકાવવા માટે પાલિકાએ 15x30 મીટર અને 15x 25 મીટરનો કુંડો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...