તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્સાહ:ભરૂચમાં રથયાત્રાના આયોજકો દ્વારા તૈયારીઓ, તંત્ર મંજૂરી આપે તો ગાઈડલાઈન સાથે યાત્રા થશે

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હાલ કોરોનાના નહીવત કેસ હોવાથી તંત્ર દ્વારા મંજૂરી મળે તેવી આયોજકોને આશા

અમદાવાદ ખાતે રાજય સરકારે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા કોરોના ગાઈડલાઈન મુજબ જે વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થશે તે વિસ્તારોને કર્ફ્યુ સાથેની પરવાનગી આપી છે.જેની તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.ત્યારે ભરૂચ શહેરમાં ફુરજા દત્ત મંદિરથી અને નંદેલાવ વિસ્તારમાં આવેલી આશ્રય સોસાયટી પાસે આવેલા ઉત્કલિકા ઉડીયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે.જોકે ગયા વર્ષે કોરોના મહામારીના કારણે પરવાનગી નહીં મળતા સમાજના લોકોએ મંદિર પરિસરમાં ભગવાનને ફેરવીને ઉજવણી કરી હતી.

જોકે ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેર ઓછી થતા જાદવ સમાજ દ્વારા અને ઉત્કલિકા ઉડીયા સમાજના લોકોએ વહીવટી તંત્ર પાસે રથયાત્રા કાઢવા પરવાનગી માંગી છે.જો વહીવટી તંત્ર દ્વારા રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપવામાં આવે તો,ગાઈડલાઈનના પાલન સાથે રથયાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે,જોકે જાદવ સમાજ અને જગન્નાથ ટેમ્પલ કમિટી દ્વારા રથયાત્રા અંગે તમામ તૈયારીઓ જોરશોરમાં શરૂ કરી દેવામાં આવી છે. જોકે ઉડીયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથ મંદિરના રંગરોગાન સાથે ભગવાનના રથને પણ કલરકામ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...