તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:દિલ્હીમાં અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાનારા સંમેલન માટે તૈયારીઓ શરૂ

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા માટે સહકારી આગેવાનોની સમિતિ રચાઈ

NCUI, ઈફકો, ક્રિભકો, અમુલ, નાફેડ, નાફકબ, નાફસ્કોબ સહિતની સહકારી સંસ્થાઓના માધ્યમથી નવી દિલ્હી ખાતે આગામી સમયમાં રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજવામાં આવનાર છે. ખેડૂતોની માલિકીની, ખેડૂતોના પ્રતિનિધિઓ દ્વારા ચાલતી અને ખેડૂતો માટે કાર્યરત, વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઈન્ડિયન ફાર્મરર્સ ફર્ટીલાઈઝર કો-ઓપ. લિ. (ઈફકો) દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે.

ઇન્દ્રપ્રસ્થ ઇન્ડોર સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે યોજાનાર સમેલનના આયોજન સારૂ NCUI ના ચેરમેન, ઈફકોના વાઇસ ચેરમેન અને સહકારી અગ્રણી દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને સહકારી આગેવાનોની કોર કમિટી રચવામાં આવી છે. જેમાં દિલીપ સંઘાણી તથા કોર કમિટીના સભ્યોમાં ચંદ્રપાલસિંહ યાદવ, નાફેડના ચેરમેન બિજેન્દર સિંહ, ઈફકોના એમ.ડી. ડો.યુ.એસ. અવસ્થી, નાફસ્કોબના પ્રમુખ રવિન્દ્ર રાવ, જ્યોતિન્દ્ર મહેતા અને સહકાર ભારતીના પ્રમુખ રમેશ વૈદ્યનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતનાં સહકાર માળખાને મજબૂત બનાવવા માં મહત્વપૂર્ણ યોગદાન આપનાર અમિત શાહ દેશના પ્રથમ સહકારમંત્રી તરીકે પરિસંવાદમાં માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...