તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનું કાઉન્ટ ડાઉન:ભરૂચ નગરપાલિકાના ભાજપના પૂર્વ સભ્યોને ટિકિટ ન મળે તો અપક્ષ ફોર્મ ભરવાની તૈયારી

ભરૂચ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે બંને રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીનો મુદ્દો પેચીદો બન્યો
 • ભાજપ - કોંગ્રેસનું ભરૂચ પાલિકાના ઉમેદવારોના નામ મુદ્દે હજી મૌન
 • ભાજપ પ્રદેશ પ્રમુખની ટિકિટ ફાળવણીની નવી મર્યાદાઓથી જૂના જોગીઓ નારાજ, પરિવારના સભ્યને ટિકિટ અપાવવા મથામણ

ભરૂચમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. જોકે, આગામી 8મી ફેબ્રુઆરીએ ચૂંટણીનું જાહેરનામું બહાર પડનાર છે. તેમ છતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજી સુધી તેમના ઉમેદવારોના નામોની જાહેરાત નહીં કરતાં અનેક તર્કવિતર્ક સર્જાઇ રહ્યાં છે. જોકે, ભાજપના 3 ટર્મ, 60 વર્ષની વયમર્યાદા અને પરિવારવાદના નિર્ણયને કારણે પાલિકાના કેટલાંક સભ્યોની ટિકિટ કપાતાં તેઓ અપક્ષ તરીકે ફોર્મ ભરશે તેવી લોકચર્ચા ચાલી રહી છે.

ભરૂચ નગરપાલિકાની ચૂંટણીની ચૂંટણીનું જાહેરનામુ આગામી 8મી ફેબ્રુઆરી બહાર પડશે. ત્યારે માત્ર બે દિવસ બાકી હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા એક પણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. તેમાંય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા 3 ટર્મથી ચૂંટાતા, 60 વર્ષથી વધુ વયના ઉમેદવારોને ઉપરાંત પરિવારવાદને લઇને તેમના સગાસંબંધીઓને પણ ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. જેના પગલે ભરૂચ નગરપાલિકામાં વર્ષોથી ભાજપનો ભગવો લહેરાવતાં નગરસેવકોની બાદબાકી થવાની શક્યતાઓ છે.

ભાજપના નવા નિયમોથી પક્ષના સભ્યોમાં મનદુ:ખ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે વર્ષોથી ભાજપને જીતાડનારા નગરસેવકોને આ વખત ટિકિટ ન મળે તો તેઓ અપક્ષમાંથી પોતાનું ફોર્મ ભરશે તેવી લોકચર્ચા ચાલી રહી છે. ઉપરાંત સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર વોર્ડ નંબર 8ના મનહર પરમારને જો ભાજપમાંથી ટિકિટ નહીં મળે તો તમામ વોર્ડમાંથી પોતાની અપક્ષ પેનલ ઉભી કરવાની તૈયારીઓ સુધ્ધા રાખી છે. તેઓ વોર્ડ નંબર 4 અને 8માંથી પોતાની દાવેદારી નેંધાવે તેવી શક્યતાઓ છે. જેથી આ વખતની ચૂંટણીમાં પક્ષો વચ્ચેને અને પક્ષોની અંદર રહેલાં રાજકીય કાવાદાવા સ્પષ્ટ થશે.

ટિકિટ ન આપી શકાતા નારાજ સભ્યને મનાવવા તેના પુત્રને ટિકિટની લાલચ
ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં આ ટર્મમાં પ્રમુખની એસસી રિઝર્વ સીટ છે. ત્યારે હાલમાં ભરૂચના વોર્ડ નંબર 8માં ગત વખતે અપક્ષમાંથી જીત્યા બાદ ભાજપમાં જોડાયેલાં મનહર પરમાર પ્રમુખના દાવેદાર ગણાઇ રહ્યાં છે. જોકે, આ વોર્ડમાંથી ભાજપના શહેર પ્રમુખ ધનજી ગોહિલે પણ પોતાની દાવેદારી કરી હોઇ રાજકારણ ગરમાયું છે. મનહર પરમારના બદલે તેમના પુત્રને ટિકિટ આપવાની લાલચ આપી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો પણ મતોનું ધ્રુવિકરણ કરશે તેવી શક્યતાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે અપક્ષોની સંખ્યા વધારે રહેવાનું ચિત્ર દેખાઇ રહ્યું છે. હિન્દુસ્થાન નિર્માણ દળ તેમજ અપક્ષ જનતા પાર્ટી દ્વારા પાલિકામાં ચાલતાં કૌભાન્ડોના વિરોધમાં આ વખતે ચૂંટણીમાં ઝંપલાવશે. બન્ને પક્ષો દ્વારા દરેક વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉતારે તેવી શક્યતાઓ છે. ત્યારે તે સિવાયના અન્ય નાના-મોટા પક્ષના દાવેવારો અને અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડવાના હોઇ મતોનું ધ્રુવિકરણ થાય તેવી શક્યતાઓ છે.

નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં ભાજપમાં દાવેદારી માટે સૌથી વધુ 28 મુરતીયા
ભરૂચ નગર પાલિકામાં ભાજપમાંથી ટિકિટ વાંચ્છુઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ જણાઇ રહ્યું છે. પાલિકાના કુલ 11 વોર્ડમાંથી 1,2 અને 10 નંબરના વોર્ડને બાદ કરતાં 8 વોર્ડમાં 171 દાવેદારોએ ટિકિટની માંગમી કરી છે. જેમાં સૌથી વધુ વોર્ડ નંબર 3માં 28 દાવેદારો મેદાને આવ્યા છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના વોર્ડ નંબર -11માં 24 દાવેદારોએ ટિકિટની માંગણી કરી છે. ઉપરાંત વોર્ડ નંબર 7 અને 8માં 23 - 23, વોર્ડ નંબર 4 અને 5માં 22-22, વોર્ડ નંબર 6માં 16 અને વોર્ડ નંબર 9માં 13 દાવેદારોએ સેન્સના ફોર્મ ભર્યા છે.

ટિકિટના લોબિંગ માટે સંતોનું શરણ
ભરૂચ પાલિકામાં આ વખતે ટિકિટ મેળવવા માટે કાર્યકરોને કપરા ચઢાણ ચઢવા પડે તેમ છે. ત્યારે રાજકીય ગોડફાધરો સાથે લોબિંગ કરવા માટે કાર્યકરો લાગી ગયા છે. ત્યારે આ વખતે પાલિકાની પ્રમુખની સીટ એસસી રિઝર્વ હોય કેટલાક દાવેદારોએ ટિકિટ મેળવવા અને વોટ બેન્ક ઉભી કરવા સંતોનું પણ શરણ લીધું હોવાના કિસ્સાઓ લોકોમાં ચર્ચાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો