તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રીમોન્સૂન એક્ટિવીટીનો પ્રારંભ:જિલ્લામાં પ્રિમોન્સૂન ગતિવિધિ શરૂ, પવન સાથે રાત્રે વરસાદ

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાગરામાં સૌથી વધુ 22, હાંસોટમાં 19 મિમી નોંધાયો
  • 5 વર્ષમાં પ્રથમ વખત ગત મે માસમાં ગરમી 42 ડિગ્રીથી નીચે

ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં હવે ટૂંક સમયમાં પ્રીમોન્સૂન એક્ટિવીટીનો પ્રારંભ થઈ રહ્યો છે. જેના ભાગરૂપે 4થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. 4 જૂનની રાત્રે ભરૂચ જિલ્લાના 7 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હાલની સ્થિતિ પ્રમાણે જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

હળવા વરસાદની આગાહી વચ્ચે શુક્રવારની મધરાતથી જ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. જોકે, પવનની ગતિ ઓછી હોવાથી વૃક્ષો ધરાશાયી થવાના કે અન્ય નુકશાનીના કોઈ અહેવાલ સાંપડ્યા નથી. જિલ્લામાં સાત તાલુકામાં વાગરામાં સૌથી વધુ 22 મિમી, હાંસોટમાં 19 મિમી, ભરૂચમાં 15 મિમી, વાલિયામાં 8 મિમી, ઝઘડિયામાં 5 મિમી, નેત્રંગમાં 3 મિમી જ્યારે જબુસરમાં માત્ર 2 મિમી વરસાદ નોંધાયો હતો. રાતે વરસાદ બાદ શનિવારે સવારથી જ ફરી આકરી ગરમીનો દોર શરૂ થઈ ગયો હતો. જોકે સત્તાવાર ચોમાસુ 15 જૂન બાદ સક્રિય થવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે, ગત મે મહિનામાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો નથી. મે મહિનામાં સામાન્ય રીતે 44 ડિગ્રીથી વધુ ગરમી પડતી હોય છે. પરંતુ આ વર્ષે મે મહિનામાં તાઉતે વાવાઝોડા અને વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સથી ગરમીનું પ્રમાણ સામાન્ય રહ્યું હોવાનું હમાનાન શાસ્ત્રીઓ જણાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...