નાંદોદ તાલુકાના મોટા ગામોમાંનું એક વડિયા ગામ જે રાજપીપળા શહેરને અડીને આવેલું છે. સ્વચ્છતાનો એવોર્ડ લઇ ચૂકેલ આ વડિયા ગામ સ્વચ્છતા અંગે હંમેશા સજાગ રહે છે અને જાહેરમાં શૌચાલય મુક્ત ગામ છે. વડિયા ગ્રામપંચાયત પાસે પોતાનો ટેમ્પો છે અને રોજ ડોર ટૂ ડોર કચરો ઉઘરાવવામાં આવે છે. ત્યારે આગામી સમયમાં ચોમાસુ માથે છે અને ચોમાસાના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી પડે નહીતો પાણી ભરાય અને ગંદકી થાય જેથી વડિયા ગ્રામપંચાયત દ્વારા પ્રિમોન્સુન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો.
વડિયા ગામના સરપંચ બિંદિયાબેન વસાવા, ઉપ સરપંચ વીરેદ્રસિંહ સુણવા સહીત સભ્યોની ટિમ તલાટી કમ મંત્રી તનુજાબેન પટેલ દ્વારા પ્રિમોન્સુન કામગીરી નું સુંદર આયોજન કરી ને ગામમાંથી પસાર થતા મુખ્ય માર્ગની આજુબાજુમાં આવેલ કાંસ અને ગટર લાઈનની સફાઈ કરાવીને વરસાદી પાણી ઝડપથી નીકળી જાય ક્યાંય ભરાઈ નહિ એ માટે ઉપ સરપંચ વિરેન્દ્રસિંહ સુણવા, બિપિન વસાવા અને પંચાયતની ટીમ જાતે ઉભા રહીને કાંસની સફાઈ કરાવી ખાસ કરીને કરજણ કોલોની પાસેના કોટ નજીકમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળતા તેની સફાઈ કરવામાં આવી અને કાંસ ને ઊંડી કરવામાં આવી કે પાણી વહીજાય અને રસ્તા ઉપર બહુ પાણી ભરાય નહિ.તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.