તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગોતરું આયોજન:ભરૂચમાં નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી શરૂ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણીના નિકાલ અર્થે આગોતરું આયોજન
  • 27 કાંસો પૈકી 15 કાંસોની સફાઈની કામગીરી પૂર્ણ

ભરૂચમાં આગામી ચોમાસાને અનુલક્ષીને વરસાદી પાણીના નિકાલના માટે ભરૂચ સેવા સદન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વિવિધ વિસ્તારોમાં આવેલા નાળા,ગટર જેવા કાંસને જેસીબી દ્વારા દૂર કરી સફાઇ હાથ ધરવામાં આવી છે. જાહેર માર્ગો તથા સોસાયટીની આંતરિક ગટરને આવરી લેવા સહિતનું અભિયાન કામગીરી દરમિયાન પૂર્ણ કરવામાં આવશે.આ વર્ષે ચોમાસાનું વેહલું આગમન થવાના એંધાણ છે.ત્યારે વરસાદી મોસમ અને પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

અસરગ્રસ્ત વિસ્તારો સહિત કેનાલ,નાળા,ગટર જેવી આંતરિક વિસ્તારોમાં કાંસ સફાઈ કરવાની તાકીદની સૂચના પાઠવવામાં આવતાં ભરૂચ શહેરમાં નગર સેવા સદન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરાઈ છે.છેલ્લા દિવસ સુધી કોઈ અવ્યવસ્થા પહોંચે અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરીને દર વર્ષે સર્જાતી સમસ્યા ધરાવતા વિસ્તારોમાં ખાસ તકેદારી રાખી છે. છાશવારે ઉભરાતી ભરચક વિસ્તાની ગટર ધરાવતા સ્થળોને પ્રાધાન્ય આપવામાં આવીને પ્રિ-મોન્સૂન કામગીરી કાર્યરત કરવા જેસીબી, ટ્રેક્ટર, શ્રમિક વર્ગ સાથે પાલિકાની ટીમ સજ્જ બની છે.

સદર કામગિરી અંગે પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પાલિકાના વિસ્તારમાં આવેલી તમામ નાની મોટી ગટરોની સફાઈ કામગીરી જ્યાં મશીન પહોંચી વળે ત્યાં શ્રમિકો દ્વારા સફાઈ કરાશે.પાલિકા વિસ્તારમાં 27 કાંસો આવેલી છે તેમાંથી અત્યાર સુધી 15 કાંસોની સફાઈ કરાય ગઈ છે.જયારે અમુક મોટી કાંસોમાં જેસીબી નહિ ચાલતા હોવાથી પોકલેંડ મશીનની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.પ્રિ-મોન્સૂન કામગીરી પુરી કરી દેવામાં આવશે જેથી શહેરીજનોને ચોમાસા દરમિયાન કોઈ તકલીફ પડે નહીં.

અન્ય સમાચારો પણ છે...