ભરૂચ જિલ્લાના જંબુસર ખોડલધામ સમિતિ દ્વારા ખોડીયાર માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. શ્રી જંબુસર તાલુકા સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા અને શ્રી જંબુસર તાલુકા ખોડલધામ સમિતિ તેમજ જંબુસર ખોડલધામ યુવા સમિતિ દ્વારા આયોજિતમાં ખોડીયાર માતાજીના છીદ્ના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન અને મેનેજમેન્ટ નરેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓને જંબુસર આવતા જંબુસર પટેલ સમાજ દ્વારા જંબુસર ટંકારી ભાગોળ વિસ્તાર ખાતે પુષ્પવર્ષા સાથે ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેશ પટેલ છિદ્રા પહોંચતાની સાથે જ તેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સૌ પ્રથમ માતાજીના સ્થાપના સ્થાને દર્શન કરી માતાજીના મંદિરે દર્શન કર્યાં હતાં. ત્યારબાદ સમાજ દ્વારા નરેશ પટેલનું સ્વાગત ઉદ્ધબોધન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. નરેશ પટેલ તેમજ જંબુસર સમાજ પ્રમુખ ચંદ્રકાંત પટેલ તેમજ અન્ય મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સમાજના વિવિધ સંગઠનો દ્વારા નરેશ પટેલનું પુષ્પ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે નગર યાત્રા, પ્રાયશ્ચિત કર્મ, ગરબા બીજા દિવસે જલાધિવાસ સ્નપન કર્મ, ધાન્યાધિવાસ, આરતી તથા ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા પુજા, મહા આરતી, મહાપ્રસાદ, ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નરેશ પટેલ દ્વારા સમાજને સંબોધતા જણાવ્યું હતુ કે, જંબુસર પાટીદાર સમાજનું સંગઠન જોઈ અને મને ખુબ જ આનંદ થયો છે. આજે આખા વિશ્વમાં લેઉવા પટેલ સમાજ એકછત્ર નીચે આવ્યો ત્યારે નાના એવા ગામની અંદર એક મંદિર બનાવી અનેક દાખલો બેસાડ્યો છે. તમે લેઉવા પાટીદાર છે.
તેઓ દ્વારા ખોડલધામની યાત્રા વિશે જણાવ્યું હતું કે, હું નાનો હતો ત્યારે મારા પિતાજી સાથે સામાજિક કાર્યમાં જતો. સમાજને એકત્રિત કરવા માટે વિચાર કર્યો કે વિચારમાંથી ખોડલધામની સ્થાપના કરાઈ હતી. ખોડલ માતાના મંદિરની સ્થાપના કરાઈ તે સમયે અઢારે વરણની માતા એકલી ખોડલમાં એક ચારણ મળ્યાં હતાં. ત્યારે કહેતા કે મા ખોડલને બેસાડવી એ લોખંડના ચણા ચાવવા ત્યારે આજે જંબુસર તાલુકાના છિદ્રા ગામે ખોડિયાર માતાજીનું મંદિરની સ્થાપના કરાઈ રહી છે.
ખોડલધામમાં 2011થી 2017 સુધીના કાર્યક્રમોમાં લાખોની સંખ્યામાં એકઠા મળી સંગઠનનો સાદ પુરાવ્યો છે. આજથી પંદર વર્ષ પહેલાં ચિંતા હતી કે લેઉવા પાટીદાર સમાજ એકત્રિત ન થઈ શકે પરંતુ આજે સમાજ સંગઠિત છે. સમાજ દ્વારા યુવાનો માં અભ્યાસ રોજગારી માટે કાર્યરત છે. સૌરાષ્ટ્ર તરફ એકપણ પોલીસ સ્ટેશન એવું નહીં હોય જ્યાં લેઉવા પાટીદાર ન હોય આમ સમાજની એકતા વિશે તેઓએ જણાવ્યું હતું. સમાજ માટે જ્યારે પણ જંબુસર તાલુકામાં આવવાનું થશે તો હું હાજર રહીશ તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર પંકભાઇ ભુવા જંબુસર ખોડલધામ સમિતિના કન્વીનર ચંન્દ્રકાંત પટેલ, યુવા કન્વીનર શકિત પટેલ, જતીન પટેલ તથા તમામ જંબુસર તાલુકાના ખોડલધામ સમિતિના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.