અનોખી સિદ્ધી:ભરૂચના દોઢ વર્ષના નક્ષની પાવરફૂલ યાદશક્તિ, ઇન્ડિયા સ્ટાર કીડ્સ આઈકોન એચીવર એવોર્ડ મેળવ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નક્ષ 37 વ્યક્તિના ફ્લેશ કાર્ડ, 1 મિનિટમાં 17 શાકભાજીના નામ બોલી શકે છે

ભરૂચના એક વર્ષ સાત માસના બાળક નક્ષ દેસાઈએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તે 37 વ્યક્તિઓના ફેલશ કાર્ડ ની ઓળખ બદલ ઇન્ડિયા સ્ટાર આઇકોન કિડ્સ એચિવર એવોર્ડ 2022 થી સન્માનિત નક્ષને એક વાર કોઈ પણ ચીજ જોતા યાદ રહી જાય છે.ત્રણ મહિનાનો હતો ત્યારે માતાને તેની આ સિદ્ધિનો ખ્યાલ આવી ગયો હતો.

ભરૂચના ઝાડેશ્વર નો માત્ર એક વર્ષ અને સાત માસ ના બાળક નક્ષ દેસાઈએ 1 મિનિટ માં 17 શાકભાજી ઓળખી બતાવી સૌથી નાની વયે ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ પ્રસ્તાપિત કર્યો હતો.. હવે તેમાં વધુ એક સિદ્ધિ ઉમેરતા તેને ફેમસ વ્યક્તિઓ ના 37 ફ્લેશ કાર્ડ થી ઓળખ કરતા તેને ઇન્ડિયા સ્ટાર આઇકોન કિડ્સ એચિવર એવોર્ડ 2022 થી સન્માનિત કરવામાં આવ્યો છે.

નક્ષ દેસાઈ માત્ર ત્રણ મહિનાનો હતો ત્યારે જ તેની માતા રિયા ને ખ્યાલ આવી ગયો હતો કે તેની યાદ શક્તિ બહુ તેજ છે.રમત રમત માં નક્ષ ને માતા રિયાએ વિવિધ શાકભાજી ઓળખાવી તે બાદ તેના નામ સાથે પૂછતાં તે દરેક શાકભાજી બતાવતો હતો..જેથી માતા રિયાએ તે બાદ નક્ષ ની આ આવડત ને વધુ વિકસાવવા માટે તે શાકભાજી સાથે ફળો ની ઓળખ પણ કરાવવા લાગી. જેનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ નક્ષ ઉંમર વધવા સાથે આપી રહ્યો હતો.

એક મિનિટ મા 17 જેટલી વિવિધ શાકભાજી ઓળખી આપતાં તેનું નામ રેકોર્ડ બુક માં અંકિત થતા મેડલ અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા... ઉમર વધવા સાથે નક્ષ વધુ સિદ્ધિ મેળવી રહ્યો હોય તેમ વિશ્વ ની ફેમસ વ્યક્તિઓ ની ઓળખ માતા એ કરાવવા ની કવાયત હાથ ધરી હતી. જેમાં પણ તેનો સુંદર પ્રતિસાદ મળતા નરેન્દ્ર મોદી, વિવેકાનંદ, અમિત શાહ,બાબા રામદેવ વિગેરે વિખ્યાત વ્યક્તિઓ ને ફ્લેશ કાર્ડના માધ્યમ થી ઓળખી બતાવી તેમની જાણીતી એક્શન પણ કરે છે. આટલી નાની ઉંમરે નક્ષ ને ઇન્ડિયા સ્ટાર કીડ્સ આઈકોન એચીવર એવોર્ડથી સન્માનિત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...