વીજ કાપ:ભરૂચના સિટી વેસ્ટ સબ ડિવિઝનમાં આજે વીજ કાપ

ભરૂચ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચની દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શનિવારે ભરૂચ સીટી વેસ્ટ સબ ડિવિઝન 11કેવી ટાવર ફિડર પર મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના પગલે સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી વીજ કાપ મુકવામાં આવ્યો છે. જેના પગલે શહેરના પાંચબત્તી, બરોડા હાર્ટ, નેશનલ ટ્રેડની આજુબાજુનો વિસ્તાર, વસંતમિલની ચાલ, ડભોઇયાવાડ, ફાટાતળાવ, વૈરાગીવાડ, કતોપોર દરવાજા, ભઠિયારવાડ, વ્હોરવાડ, કોટ પારસીવાડ, ટાવરની આસપાસનો વિસ્તાર, વેજલપુર પારસીવાડ, તેમજ નદી કિનારેની આસપાસના વિસ્તારમાં રહેતાં લોકોને વીજકાપની અસર થશે.

અન્ય સમાચારો પણ છે...