તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં નવા 36 કોરોના પોઝિટિવ કેસ : 8નાં મોત

ભરૂચ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
દિકરો વિદેશ હોવાથી બે દીકરીએ પિતાને અગ્નિદાહ આપ્યો - Divya Bhaskar
દિકરો વિદેશ હોવાથી બે દીકરીએ પિતાને અગ્નિદાહ આપ્યો
 • છેલ્લા 24 કલાકમાં કોવિડ સ્મશાનમાં 21 મૃતદેહના અંતિમ સંસ્કાર
 • ડિસ્ચાર્જ સામે નવા કેસ વધતાં એક્ટિવ કેસ 261 પર પહોંચ્યા

ભરૂચ શહેર અને જિલ્લા સહિત રાજ્યભરમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં રવિવારે વધુ 36 સંક્રમિત દર્દીઓ નોંધાતા કુલ આંક 4190 પર અટક્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની ઉમેરાવાની સામે ડિસચાર્જ કરાતા દર્દીઓની સંખ્યા ઓછી હોવાથી એક્ટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રવિવારે નવા 36 સંક્રમિતો સામે 14 દર્દીઓને સાજા થવાથી રજા અપાઇ હતી. કોરોનાનો કહેર વધવાને કારણે ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના મોતનો સિલસિલો યથાવત છે.

છેલ્લા 24 કલાકમાં કોવિડ સ્મશાનગૃહમાં કોરોનાની સારવાર દરમિયાન મોતને ભેટેલા વધુ 21 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા હતા. કોવિડ સ્મશાનગૃહમાં રાત્રી દરમિયાન પણ ચિતા ઠંડી પડવાનું નામ નથી લેતી એક પછી એક મૃતદેહોના અંતિમસંસ્કાર થઇ રહ્યા છે. જોકે સરાકરી ચોપડે ડેથ ઓડિટની આડમાં હજીય 33 લોકોના મોત થયાનું જ જાહેર કરાય છે.

રવિવારે ભરૂચ શહેરમાં 10 અને ગ્રામ્યમાં 6 મળીને 16 દર્દીઓ, અંકલેશ્વર શહેર-ગ્રામ્યમાં 14, ઝઘડિયામાંં 5, વાગરામાં 1 દર્દી મળીને 36 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે અન્ય તાલુકાઓમાં રવિવારે એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.

જિલ્લા અને રાજ્ય આરોગ્ય વિભાગના આંકડાઓમાં ફરીથી વિસંગતતા દેખાઈ
રાજ્યમાં કોરોના વિસ્ફોટમાંથી બચાવવા માટે સરકારે કામગીરી ઝડપી કરી છે. ઉતાવળીયા કામમાં કેટલીક વિસંગતતાઓ સામે આવતા રાજ્ય સરકારે જાહેર કરેલા કોરોનાના દર્દીઓના આંકડાઓ પર શંકા ઉપજાવે છે. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ભરૂચમાં રવિવારે વધુ 36 દર્દીઓ સંક્રમિત થયા હતા. જ્યારે રાજ્ય આરોગ્ય વિભાગે ગુજરાત કોવિડ19 વેબસાઇટ મુજબ આ આંકડો 30 દર્દીઓનો હતો. જો ભરૂચનો સાચો આંકડો 36 હોય તો રાજ્યના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થશે.

ઓળખીતાઓને લાગવગમાં ઈન્જેક્શન મળ્યા, સામાન્ય નાગરિકો લાચાર બન્યા
રેમડેસિવિર ઇન્જેક્શનની માગ વધતા દર્દીઓના સગાઓએ ઇન્જેક્શન લેવા માટે મેડિકલોના ધક્કા ખાતા હતા. દર્દીઓના સગાઓએ જણાવ્યુ હતુ કે, અંકલેશ્વરની એક મેડિકલ સ્ટોરમાં તેમની આંખની સામે ઇન્જેક્શન ઓળખીતા લોકોને મેડિકલ સંચાલકોએ આપ્યા હતા. જોકે પુછતા બુકિંગના ઇન્જેક્શન હોવાનું રટન રટ્યુ હતુ.સામાન્ય નાગરિકો જેમના દર્દીઓ હોસ્પિટલોમાં પથારી અવસ્થામાં છે તેઓએ આખા દિવસના ધક્કા બાદ માંડ એકાદ ઇન્જેક્શન મેળવી શક્યા હતા. જોકે આજે પણ ઇન્જેક્શન મેળવવા માટે ભારે ધમ પછાળા કરવા પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો