તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:ભરૂચમાં નવા 18 કોરોના પોઝિટિવ કેસ : સારવાર વેળા 6 દર્દીના મોત

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 3925 પર પહોંચ્યો
 • હાલ 141 લોકો હોમ આઈસોલેશન અને હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવનો આંક વધી રહ્યો છે. ચૂંટણીના સમયમાં એક સમયે શૂન્ય થઈ ગયેલો આંક ફરીથી ડબલ ડિજિટમાં ફેરવાઈ ગયો છે. हहમાત્ર એટલું જ નહીં મૃત્યુ આંક પણ ફરીથી વદી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં બુધવારે કોરોના પોઝિટિવના નવા 18 કેસ નોંધાયા હતા.

જ્યારે 6 લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત થતાં કોવિડ સ્મશાનગૃહ ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી જિલ્લામાં પોઝિટિવનો કુલ આંક 3925 થયો છે. જિલ્લામાં હાલ કુલ 141 એક્ટિવ કેસ છે. કન્ટેઈનમેન્ટ ઝોનની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં 74 અને ગ્રામ્ય વિસ્તારમાં 87 મળી કુલ 161 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જિલ્લામાં અત્યારસુધી 3417 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો