મતદાન:નર્મદામાં 184 ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો માટે મતદાન થશે

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2200થી વધુ કર્મચારીઓ મતદાન સાહિત્ય લઈને મતદાન મથકે

નર્મદા જિલ્લામાં ગામે ગામ ચૂંટણી પ્રચારમાં જોડાયેલા સરપંચ ઉમેદવારો અને સભ્ય ઉમેદવારોનો જાહેર પ્રચાર હવે શાંત થઇ ગયો છે. 19ડિસેમ્બર 184 ગ્રામ પંચાયતો ચૂંટણી યોજાશે, જિલ્લામાં 535 મતદાન મથકો મતદાન મથકો પર 1500 થી વધુ પોલીસ જવાનોની વોચ ગોઠવી દીધી છે. નર્મદા વહીવટી તંત્ર પણ બેલેટ પેપરથી મતદાન કરવા 879 સરપંચ સહીત વોર્ડ સભ્યો માટે 3.40 લાખ મત પત્રકો છાપવામાં આવ્યા છે. ચૂંટણી માટે તંત્ર સજ્જ છે અને મતદાન થાય એ માટે પણ તંત્ર જાગૃતિ અભિયાન કરી રહ્યા છે.

જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી કુલ ગ્રામ પંચાયત 184ની ચૂંટણી જાહેર થઇ છે જેમાં સમરસ 5 ગ્રામ પંચાયત થતાં 184 ગ્રામ પંચાયત માટે રવિવારે મતદાન થશે. જિલ્લામાં કુલ મતદાન બુથ 535 પૈકી 98 મતદાન બુથ સંવેદનશીલ, 12 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. જ્યા વિશેષ સુરક્ષા મુકવામાં આવી છે. 535 મતપેટીઓ ઉપયોગમાં લેવાશે.

અન્ય સમાચારો પણ છે...