ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:ભરૂચ જિલ્લામાં 413 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સાંજે 5 વાગ્યા સુધીમાં 57.76 ટકા મતદાન

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા - Divya Bhaskar
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • જિલ્લામાં 878 મતદાન મથકો પર મતદારો સરપંચ અને વોર્ડ સભ્યો ભાવિ નક્કી કરશે

ભરૂચ જિલ્લામાં 413 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 57.76 ટકા મતદાન થયું છે. ચૂંટણીને લઇ 878 મતદાન મથકો ઉપર તમામ વ્યવસ્થાનું આયોજન કરાયું છે. જિલ્લામાં સરપંચ પદ માટે 1176 ઉમેદવારો અને સભ્ય પદ માટે 6987 ઉમેદવારો મેદાને છે.

ચૂંટણી પ્રક્રિયા માટે ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા 153 બસોની ફાળવણી કરાઈ છે. આજે યોજાનારી ચૂંટણીમાં 7.24 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જે માટે સરપંચ માટે ગુલાબી અને સભ્ય માટે સફેદ મળી 15 લાખથી વધુ બેલેટ પેપરનો ઉપયોગ કરાઇ રહ્યો છે.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

વાલિયા તાલુકાનાં કેશરગામના લોકોએ પુલ તેમજ પ્રાથમિક સુવિધા ન હોવાથી પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. નોંધનીય છે કે આ પહેલા પણ ગામના લોકો અન્ય ચૂંટણીઓનો બહિષ્કાર કરી ચૂક્યા છે.

આલિયાબેટ પર આઝાદી બાદ પ્રથમવાર ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન મથક ઉભું કરાયું હતું. જેને લઈ સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી, જેમને હવે 160 કિમી ફરવાની હાલાકી ભોગવવી નહિ પડે.

અંકલેશ્વર તાલુકાનાં ભડકોદ્રા ગામના રિક્ષા ચાલકો દ્વારા વિધાનસભા, તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓમાં મતદારોને તેઓના ઘરથી મતદાન મથક સુધી પહોંચાડી સેવા આપવામાં આવે છે. ત્યારે આજે રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ તમામ રિક્ષા ચાલકોએ લોકશાહીના પર્વના દિવસે ગામના વિવિધ વિસ્તારોમાંથી મતદારોને મતદાન મથક ખાતે લઈ જવા અને મૂકી જવાની અનોખી સેવા આપવામાં આવી હતી.

અંકલેશ્વરના અંદાડા ગામની અક્ષરધામ સોસાયટીમાં ચૂંટણી બાબતે બબાલ થઈ હતી. જોકે, પોલીસની એન્ટ્રી થતા મામલો ઠાળે પડ્યો હતો.

અંકલેશ્વર ડિવિઝનમાં આવતા અંકલેશ્વર, હાંસોટ, વાલિયા ઝગડિયા અને નેત્રંગ તાલુકાના 240 ગામમાં ચૂંટણી યોજાનાર હતી, જે પૈકી 32 પંચાયત સમરસ બનતા કુલ 208 ગામમાં 441 બુથ પર 311 બિલ્ડીંગમાં મતદાન પ્રક્રિયા યોજાઇ છે. જેમાં કુલ 2 ડી.વાય.એસ.પી. 7, પીઆઈ. 22. પી.એસ.આઈ. 531 પોલીસ જવાનો, 294 હોમગાર્ડ, 472 જી.આર.ડી.ના જવાનો ફરજ બજાવી રહ્યા છે. જ્યારે 43 વાહનોથી પેટ્રોલિંગ કરી રહ્યાં છે.

અંકલેશ્વર ડિવિઝનમાં શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન કરવા પોલીસ વિભાગ સજ્જ
અંકલેશ્વર તાલુકામાં કુલ 35 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં અંકલેશ્વર શહેર પોલીસ મથક વિસ્તારમાં 11 ગામ, તાલુકા પોલીસ મથકના 21 અને 2 જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારના ગામોનો સમાવેશ થાય છે. 35 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષાના ભાગ રૂપે તેમજ સંવેદનશીલ બુથ 41 પર વિશેષ બંદોબસ્ત સાથે 3 પીઆઈ. 3 પી.એસ.આઈ, 100 પોલીસ જવાનો, 80 હોમગાર્ડ અને 92 જી.આર.ડી. તેમજ સ્ટ્રોંગ રૂપ પર એસ.આર. પી. જવાનો ફરજ બજાવી રહ્યાં છે. જ્યારે 14 વાહનો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી નજર રાખી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...