તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Political Parties Pay Floral Tributes To The Statue In Biria Village On The Death Anniversary Of Tribal Revolutionary Birsa Munda

શ્રદ્ધાંજલિ:આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પુણ્યતિથિએ રાજકીય પક્ષો દ્વારા વાલિયા ગામમાં આવેલી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ

ભરૂચ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધસુમન અર્પણ કર્યા

આજે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આદિવાસી વિસ્તારોમાં ઠેરઠેર તેઓને શ્રદ્ધાંજલી અર્પણ કરતાં કાર્યક્રમ યોજાયા હતા. આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પુણ્યતિથિએ વિવિધ રાજકીય પક્ષો દ્વારા વાલિયા ગામમાં આવેલી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.

બિરસા મુંડા ફાર્મ હાઉસ પર આવેલી પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરાઇ

વાલિયા યુથ પાવર દ્વારા સ્થાપિત વાલિયા ગામના ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમા અને બિરસા મુંડા ફાર્મ હાઉસ પર આવેલી પ્રતિમા ખાતે યુથ પાવરના આગેવાન રાજુભાઇ વસાવા, રજની વસાવા અને વિનય વસાવા તેમજ વિજય વસાવા સહિતના સભ્યોએ પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

ભાજપા દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે બિરસા મુંડાને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

વાલિયામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધસુમન અર્પણ કર્યા હતા. આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ સેવંતુ વસાવા, યુવા મોરચાના પ્રમુખ કિરણ વસાવા, જિગર વસાવા, કોંગ્રેસના હિતેન્દ્રસિંહ ખેર તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા પણ જિલ્લા કાર્યાલય ખાતે બિરસા મુંડાને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મંત્રી નિશાંત મોદી, નિરલ પટેલ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...