તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી કાઉન્ટડાઉન:મતદાન પૂર્વે રાજકીય ગરમાવો, તંત્ર સાબદું

ભરૂચ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ચૂંટણી ફરજમાં જતાં પહેલાં કર્મીઓએ પોતાની ફરજ નિભાવી - Divya Bhaskar
ચૂંટણી ફરજમાં જતાં પહેલાં કર્મીઓએ પોતાની ફરજ નિભાવી
 • ભરૂચ જિલ્લામાં ચૂંટણીનો રંગ વધુ મજબૂત : મહાનગર પાલિકાના મતદાનની ત્રુટિઓને ટાળવા તંત્ર સજ્જ
 • અંકલેશ્વરમાં કોંગ્રેસના ઉમેદવારને માસ્ક નહીં પહેરતાં ~1000 નો દંડ

જિલ્લામાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે. ભાજપના કાર્યક્રમો સામે કોઈ કાર્યવાહી થતી નથી ત્યાં અંકલેશ્વરમાં કોંગ્રેસના ઉમેદવારને દંડ ફટકારાયો છે. જ્યારે એક નાગરિકે સીઆર પાટીલના કાર્યક્રમની પૂર્વ પરવાનગીઓના મુદ્દાઓ સાથે આરટીઆઈની માંગણી કરી છે.

નર્મદા જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ મતદાન કરવામાં આવ્યું હતું. હાલમાં જિલ્લામાં વિવિધ પક્ષો એક બીજા પર આક્ષેપબાજીનો મારો ચલાવી રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા મતદાનની ટકાવારી વધારવા પ્રયત્નો હાથ ધરાયા છે.

અંકલેશ્વર વોર્ડ નંબર 6 ના કોંગી ઉમેદવાર દંડાયા
અંકલેશ્વરના વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવારે પ્રચાર સભામાં માસ્ક ન પહેરતા પોલીસે રૂપિયા 1000 નો દંડ વસુલ્યો હતો. જેને લઈને ઉમેદવાર મનીષ રાણાએ જણાવ્યું હતું કે, માત્ર એક જ પક્ષને ટાર્ગેટ બનાવીને કરાયેલી કામીગીરી સ્પષ્ટ દેખાઈ આવે છે કે સરકારી તંત્ર પણ વહાલા દવલાની નીતિ અપનાવી રહ્યું છે. છેલ્લા 1 સપ્તાહથી ચાલી રહેલા પ્રચાર- પ્રસારમાં કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન છતાં દંડનીય કાર્યવાહીમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

પાટીલની સભા મુદ્દે RTI
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની 20 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્કૂટર રેલી અને જાહેરસભા અંગે રાજેશ પંડિત નામના અરજદારે આરટીઆઈ મુજબ માહિતી માંગતા રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે.

સુગરના સભાસદો નારાજ
કરજણની ગંધારા સુગરના ખેડૂતોના ફસાયેલા નાણાં ઘરે બેઠા ચુકતા કરાયા હતા.ત્યારે હવે આમોદ તાલુકાની રેવા સુગર ખેડૂતોના નાણાં ચુકવાશે તોજ તાલુકા જિલ્લા પંચાયતના વોટ મળશે તેમ અબ્દુલ કૈયુમ પટેલે જણાવ્યું છે.

નર્મદા જિલ્લામાં 278 કર્મીઓનું પોસ્ટલ બેલેટ મતદાન
નર્મદા જીલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જેને ગણતરીના દિવસો બાકી હોય ચૂંટણી ફરજમાં જોડાયેલા 278 કર્મચારીઓ માટે સોમવારે રાજપીપળાની આયુર્વેદિક કોલેજમાં પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ,હોમગાર્ડ, પોલિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ એ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું.

લગ્ન પહેલાં મહિલા પોલીસ કર્મીનું મતદાન
પોતાના મતનો ઉપયોગ કરવા એક મહિલા પોલીસ કર્મચારી સુલોચના વસાવાએ પોતાના લગ્ન હોવા છતાં ચાલુ લગ્નમાંથી પીઠીની વિધિ પૂર્ણ કરી મતદાન કરવા મતદાન સ્થળે પહોંચ્યા હતા. 28મી રાજપીપલામાં હાજર ન હોવાથી રસકારી કર્મીઓ માટે યોજાયેલા બેલેટ મદ મતદાનમાં પોતાનો મત આપ્યો હતો.

ચૂંટણીને અનુલક્ષીને સ્ટેટ વોટર્સ અવેરનેસ પ્રોગ્રામ

 • આજે સવારે 11.30 કલાકે નેત્રંગ મામલતદાર કચેરીએથી મતદાર જાગૃતિ માટે બાઈક રેલી યોજાશે.
 • 24 ફેબ્રુઆરીએ સવારે 11.15 કલાકે જંબુસર મામલતદાર કચેરી ખાતેથી મતદાર જાગૃતિ રેલી યોજાશે.
 • 25 ફેબ્રુઆરીએ સવારે 11.00 કલાકે ભરૂચ કલેકટર કચેરીથી બાઈક રેલીનું આયોજન કરાયું છે.

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ છે. આગામી 28 મી ફેબ્રુઆરીના દિવસે સવારે 7 કલાકથી મતદાન શરૂ થશે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન કરવા મતદારોને અપીલ કરીએ છીએ.’’ નવનીત પ્રજાપતિ, પ્રાંત અધિકારી, ભરૂચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો