તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે રાજકિય માહોલ ગરમાયો હતો. ભાજપ દ્વારા કોંગ્રેસ તેમજ અપક્ષના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે સામ,દામ, દંડ,ભેદની નિતી અપનાવવામાં આવી હોવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા ઉમેદવારને ભાજપના જ ઉમેદવારો પોતાના વાહનમાં બેસાડી કલેક્ટર કચેરીએ લાવી ફોર્મ પરત ખેંચાડવાની કવાયતમાં હતાં. તે વેળાં કોંગ્રેસના આગેવાનોને જાણ થતાં તેમણે કલેક્ટર કચેરીમાં હંગામો મચાવ્યો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભરૂચ જિલ્લામાં રાજકિય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોને ધમકીઓ આપવા સહિત તેમના ફોર્મ રદ કરાવવા અને બાદમાં પરત ખેંચાવડાવવા માટે ધાકધમકીઓ આપવામાં આવી રહી હોવાના આક્ષેપો થયાં છે. ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખના દિવસે પણ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના વોર્ડ નંબર 3ના ઉમેદવારનું ફોર્મ ભાજપના કાર્યકરો દ્વારા પરત ખેંચાવડાવવાની કવાયતને લઇને ઘમાસાણ સર્જાયું હતું. ભાજપના કાર્યકરોએ ઉમેદવારને તેના વિસ્તારના કામો રદ કરવા સહિત તેને ધંધાકિય નુકશાન કરાવવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસ સમિતીએ કર્યો છે.
ભરૂચની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. જેમાં ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ 216 બેઠકો માટે કુલ 629 ફોર્મ માન્ય રહ્યાં હતાં. જે પૈકી આજે કુલ 37 ફોર્મ પરત ખેંચાતાં આગામી ચૂંટણીમાં હવે કુલ 495 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જોકે, હજી જિલ્લાની 4 નગરપાલિકાઓની યાદી બહાર પડી ન હતી.નોંધનિય છે કે, ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાનમાં ભરૂચ જિલ્લા પંચાયત અને હાંસોટ તાલુકા પંચાયતની બે બેઠકો બિનહરીફ બની હતી.
જિ. પંચા.ની વાલિયા બેઠક પર ગરમાવો
ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગતે આ વખતે વાલિયાની સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે વાલિયા તા.પંચા.ના પુર્વ કારોબારી અધ્યક્ષ રાજુ વસાવાએ પણ ઉમેદવારી કરતાં માહોલ ગરમાયો છે.
ભરૂચ જિલ્લા - તાલુકા પંચાયતની હાંસોટની 2 બેઠક બિનહરીફ
ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી નોંધાવનારાઓના ફોર્મ ખેંચવાની આજે મંગળવારે આખરી તારીખ હતી. જેમાં ભરૂચ જિલ્લા પંચાયતની હાંસોટ બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવાર હિના વસાવા તેમજ હાંસોટ તાલુકા પંચાયતની ધમરાડ બેઠક પરથી પણ કોંગ્રેસની જ ઉમેદવાર શારદા રાઠોડે ફોર્મ પરત ખેંચતાં બન્ને બેઠક બિનહરીફ થઇ હતી.
કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરણાં કરીશું
ભાજપ દ્વારા કોંગ્રેસના સભ્યોને ધમકાવી બળજબરીપુર્વક તેમના ફોર્મ પાછા ખેચાવડાવ્યાં છે. હાંસોટ જિલ્લા અને તાલુકા પંચાયતના 2 ઉમેદવારોને બળજબરીથી ઉઠાવી જઇ ફોર્મ પરત ખેંચાવીને ભાજપે ગુંડાગીરી કરી છે. જો ભાજપના આગેવાનો સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ધરણાં કરીશું. - પરિમલસિંહ રણા, પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ
રસ્તાઓ નહીં બનાવવા મુદ્દે ભાજપના કાઉન્સિલરે ધમકીઓ આપી
ભાજપના વોર્ડ નં. 3ના જૂના કાઉન્સિલર નરેશ સુથારવાલા દ્વારા અમારા વિસ્તારમાં રોડ-રસ્તા નહીં બને. આસપાસની સોસાયટીના લોકોને પણ મુશ્કેલી થશે. તેવી ધમકીઓ આપતાં તેમને મળવા જતાં તેઓએ મને લઇ આવી મારૂં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરી રહ્યાં હતાં. તે વેળાં કોંગ્રેસના સભ્યો આવી મારૂ ફોર્મ ખેંચવા દીધું ન હતું. - અનંત પરમાર, ઉમેદવાર, કોંગ્રેસ
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.