હુકમ:પોલીસને અપશબ્દો ઉચ્ચારતા ધ્રુવ પટેલ સહિત ત્રણ પાસામાં ધકેલાયાં

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસામાજિક પવૃત્તિઓ કરનારાઓ પર પોલીસે તવાઇ બોલાવી
  • જુનાગઢ​​​​​​​, રાજકોટ મધ્યસ્થ જેલ તેમજ પાલનપુર જિલ્લા જેલમાં મોકલાયા

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે ચાર્જ લીધા બાદ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓ પર અંકુશ આવી ગયું છે.તેમણે પ્રોહીબીશનના ગુનાઓ તથા અસામાજીક પ્રવુતી કરી જાહેર વ્યવસ્થાને બાધારૂપ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને સખત હાથે ડામી દેવા અને અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા પાસા ધારા હેઠળ કડક અટકાયતી પગલા લેવા જિલ્લાના દરેક અધિકારીઓને સૂચના આપી હતી.

આ સંદર્ભે ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ચીરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા ઈસમો પર પાસા દરખાસ્ત કરી કડક કાર્યવાહી કરવા સારૂ જણાવ્યું હતું. જેના પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મહાદેવ નગર સોસાયટી ભોલાવ ખાતે રહેતા અને હાલમાં પોલીસને અપશબ્દો ઉચ્ચારતો વિડિયો વાયરલ કરવાના ગુનામાં ઝડપાયેલો ધ્રુવ ઉર્ફે જીનુ નિલેશભાઈ પટેલ વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલો હોય જેના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચનાઓને મોકલી આપી હતી.

જે આધારે ઉપરોક્ત ઈસમને અંકુશમાં લેવા પાસા ધારા હેઠળ અટકાયત લેવા પાસા વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચનાઓ તરફથી મળતા સી ડીવીઝન પોલીસે ધ્રુવ ઉર્ફે જીનુ નિલેશભાઈ પટેલને ઝડપી પાડી પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી જુનાગઢ જેલમાં મોકલી આપ્યો છે.

બીજી તરફ ભરૂચના વસંત મિલની ચાલ વિસ્તારમાં રહેતાં સૈલેશ ઉર્ફે ઇલુ અરવિંદ વસાવાની પાસામાં અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં તેમજ શહેરના બરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાં રહેતાં રામ સોમા માછીની પણ પાસામાં અટકાયત કરી તેને પાલનપુર જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...