તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Police To Check Mumbai Connection In Connection With Drugs Seized From Congress President's Poultry Farm In Sigam Village Of Jambusar

ઉંડાણમાં તપાસ:જંબુસરના સિગામ ગામમાં કોંગ્રેસ પ્રમુખના પોલ્ટ્રી ફાર્મમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે પોલીસ મુંબઈ સાથેનું કનેક્શન ચેક કરશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 9.46 લાખના ડ્રગ્સ સાથે 3 આરોપીઓના શુક્રવારે 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા
  • જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખના ફરાર પુત્ર ભવ્યદીપ યાદવને શોધવા ટીમો બનાવાઇ

કેમિકલ ક્લસ્ટર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના છેવાડાના સિગામ ગામમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના પોલ્ટ્રીફાર્મમાં 7થી વધુ કેમિકલ્સથી પાર્ટી ડ્રગ્સ એફેડ્રિન બનાવવાની ધમધમતી ફેક્ટરીને SOGએ ઝડપી પાડી હતી. રૂ. 9.46 લાખના ડ્રગ્સ સાથે ધરપકડ કરાયેલા 3 આરોપીને શુક્રવારે કોર્ટમાં રજૂ કરી તપાસ માટે 7 દિવસના રિમાન્ડ મેળવાયા છે. જ્યારે કોંગી તાલુકા પ્રમુખના ફરાર પુત્રની શોધખોળ સાથે ટીમ ડ્રગ્સના મુંબઈ કનેક્શનની પણ તપાસી રહી છે.

જંબુસર તાલુકાના સિગામ ગામે આવેલાં પોલ્ટ્રી ફાર્મમાં એફેડ્રીન ડ્રગ્સ બનાવવાની ચાલતી લેબ પર SOGની ટીમે દરોડો પાડી 3 આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં. પોલ્ટ્રી ફાર્મનો માલિક અને જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર જે ડ્રગ્સ બનાવવા માટે આર્થિક સહાય પુરી પાડતો હોય તે મળી આવ્યો ન હતો. તેને વોન્ટેડ જાહેર કરાયો છે. ઝડપાયેલાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.

ભરૂચ SOG ટીમે સીગામ ગામે આવેલાં જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવના પુત્ર ભવદિપસિંહના પોલ્ટ્રી ફાર્મ પર દરોડો પાડ્યો હતો. પોલ્ટ્રી ફાર્મની એક ઓરડીમાં ભવદિપસિંહના સાગરિતો અમનસિંઘ નરેન્દ્રસિંઘ, નિતેષ રામપ્રકાશ પાંડે તેમજ ઓમપ્રકાશ રામલાલ સાકરિયાને પોલીસે ઝડપી પાડ્યાં હતાં.

આરોપીઓએ વિવિધ 7 કેમિકલોનું મિશ્રણ કરી તેના પ્રોસેસિંગ બાદ એફેડ્રીન ડ્રગ્સ બનાવતાં ટીમે સ્થળ પરથી 730 ગ્રામ પાવડર સ્વરૂપમાં અને 4 લીટર પ્રવાહી સ્વરૂપમાં એફેડ્રીન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ઝડપાયેલાં 3 આરોપીને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.

ટીમે આરોપીઓએ કેવી રીતે લેબ ઉભી કરી, ક્યાં ક્યાંથી કેમિકલ્સ મેળવ્યું હતું તેની તપાસ ચલાવી રહી છે. સમગ્ર નશીલો કારોબાર કેવી રીતે પાર પાડત હતાં તેની વિગતો મેળવવાની ઉપરાંત નિતેશ મુંબઇના નાલા સોપારાનો રહેવાસી હોઇ તેઓએ બનાવેલું ડ્રગ્સ મુંબઇ પહોંચાડવાનું હતું કે કેમ તેની તપાસ શરૂ કરી છે. તેમજ ભેજાબાજોએ એફેડ્રીન ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા કોની પાસેથી અને કેવી રીતે શીખી હતી તેની પણ વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...