તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસનું અલ્ટીમેટમ:નર્મદા મૈયા બ્રિજનું નિરીક્ષણ કરવા જતા યુથ કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાવ્યા, 10 દિવસમાં લોકાર્પણની ચીમકી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુથ કોંગ્રેસના અલ્ટીમેટમને લઈ કાર્યકરો કરતા વધુ પોલીસ ખડકાઈ

ગોલ્ડનબ્રિજને સમાંતર નર્મદા મૈયા બ્રિજ સાડા પાંચ વર્ષ થઈ જવા છતાં વાહનચાલકો માટે ખુલ્લો નહિ મુકાતા ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસે જાતે જ ખુલ્લો મુકવાની ચીમકી આપી હતી.

માત્ર ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી સંતોષ માણવો પડ્યો

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, શકીલ અકુજી સહિતના આગેવાનો અને કાર્યકરો બુધવારે બપોરે બ્રિજનું નિરીક્ષણ કરવા જતાં પોલીસ કાફલાએ તેઓને નીચેથી જ અટકાવી દેતા સ્થિતિ વણસી હતી. જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી અગાઉ આપેલા અલ્ટીમેટમ મુજબ જો પ્રજા અને વાહનચાલકોના હિતમાં બ્રિજ નહિ ખુલ્લો મુકાય તો જાતે જ બ્રિજનું લોકાર્પણ કરી દેશે. ભલે પછી જેલમાં જવું પડે તેવી ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...