દારૂની હેરાફેરી:અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરની હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપાયો, પોલીસે 9 લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ એલસીબી પોલીસે 9.64 લાખનો દારૂ અને ટેમ્પો મળી કુલ 14.64 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પાનોલી પાસે આવેલી હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે 9.64 લાખનો દારૂ મળી કુલ 14.64 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પાનોલી પાસે આવેલી હોટલના પાર્કિંગમાં વિદેશી દારૂ ભરેલો ટેમ્પો સંતાડી રાખ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ટેમ્પો નંબર-જી.જે.16.એ.યુ.9597માં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 6744 નંગ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે 9.64 લાખનો દારૂ અને 5 લાખનો ટેમ્પો મળી કુલ 14.64 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...