ચાઈનીઝ દોરી ઝડપાઈ:ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ દોડી, ભરૂચમાં ચાઈનીઝ દોરી વેચી રહેલો ઈસમ 13 હજારની દોરી સાથે ઝડપાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેરના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમને 13 હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

ઉત્તરાયણ પર્વને લઇ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અંગે હાઇકોર્ટની ટિપ્પણી બાદ રાજ્યની પોલીસ હરકતમાં આવી ગઈ છે. ત્યારે ભરૂચ પોલીસે પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા લોકોને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે. તે દરમિયાન ભરૂચ એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ શહેરના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી 52 નંગ ફિરકા મળી કુલ રૂ. 13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં રહેતા આરોપી ધ્રુવિલ ભાટિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...