વિદેશી દારૂની હેરાફેરી:ભરૂચ શહેરમાં અલગ અલગ ચાર સ્થળોએથી ત્રણ મહિલા સહીત પાંચ બુટલેગરોને પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પોલીટેકનીક કોલેજની બાજુમાં ઝુપડામાં રહેતી મહિલા બુટલેગર પાર્વતીબેન રતન બારિયા વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૩૫૦ નંગ બોટલ મળી કુલ ૩૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર પાર્વતીબેન બારિયાને ઝડપી પાડી હતી જયારે વિદેશી દારૂનો જથ્થો આપી જનાર બે મહિલાઓને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બે ઈસમો કોલેજ બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઇ શ્રવણ ચોકડી ખાતે વેચાણ કરવા આવી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે મંગલ જ્યોત સોસાયટીના ગેટ સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળા ઈસમો આવતા તેઓને અટકાવી કોલેજ બેગમાં રહેલ વિદેશી દારૂની ૨૦ નંગ બોટલ મળી કુલ ૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હિંદુ ચૂનારવાડ ખાતે રહેતો બુટલેગર અમુલ ઉર્ફે બંટી હરીલાલ વસઈકર અને કેયુર રાજીવ મહેતાને ઝડપી પાડ્યો હતો. તો આવી જ રીતે સી ડીવીઝન પોલીસે પોલીટેકનીક કોલેજના ગેટ સામે આવેલ ઝુપડામાંથી બે અલગ અલગ મહિલા બુટલેગર પાસેથી ૧૦૮ બોટલ મળી કુલ ૧૦ હજારના મુદ્દામાલ સાથે કશુબેન હિમાં ડામોર,ગીંદુબેન રામચંદ્ર ડામોરને ઝડપી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...