તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચપેરોલ ફર્લો પોલીસે ઝઘડીયા તાલુકાનાં ભોજપૂર ગામના કપાસના ખેતરમાંથી વિદેશી દારૂની 335 નંગ બોટલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝઘડીયા તાલુકાનાં ભોજપૂર ગામ સુથીયાપૂરા ફળિયામાં રહેતો બુટલેગર ઝૂબેર મુસાભાઈ સૈયદ કપાસના ખેતરમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે ભરૂચપેરોલ ફર્લો પોલીસ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 335 નંગ બોટલ કબ્જે કરી હતી પોલીસે 71 હજારથી વધુનો દારૂ અને રોકડા 10 હજાર તેમજ મોબાઈલ ફોન,બાઇક મળી કુલ 1.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બુટલેગર ઝૂબેર સૈયદને ઝડપી પાડ્યો હતો જ્યારે નેત્રંગ તાલુકાનાં ચીકલોટા ગામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આવી જ રીતે ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના અંદાડા ગામની નવી વસાહતમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા બુટલેગરોને ઝડપી પાડી હતી. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે અંદાડા ગામની નવી વસાહતમાં દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 345 નંગ બોટલ મળી કુલ 34 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ગામના મોટા ફળિયામાં રહેતી મહિલા બુટલેગર જયોતિબેન ઉપેન્દ્ર પટેલ અને મીનાબેન પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.