કાર્યવાહી:ભરૂચમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ગેરકાયદેસર વેપાર કરતાં ત્રણ વેપારીઓને પોલીસે ઝડપી પાડ્યા

ભરૂચ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી ચાઈનીઝ દોરી સહિત 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરુચ જિલ્લાના ત્રણ અલગ અલગ સ્થળોએથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ગેરકાયદેસર વેપાર કરતાં ત્રણ વેપારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઇનીઝ તુક્કલ, સિન્થેટીક મટિરિયલ, ટોકસિક મટિરિયલ સહિત ચાઇનીઝ મટિરિયલથી તૈયાર પાકા દોરાથી ઉડાડવામાં આવતા પતંગોને કારણે માનવ અને પશુ, પક્ષી, પર્યાવરણને નુકસાન થતું હોવાથી તેના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામાને પગલે અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમીના આધારે એસ.ટી.ડેપોની સામે જિન ફળિયામાં રહેતો પ્રકાશ બાબુ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાઈનીઝ દોરીના બોબીન નંગ-16 મળી કુલ 4 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા પ્રકાશ વસાવાને ઝડપી પાડ્યો હતો.

આવી જ રીતે જી.આઈ.ડી.સી.પોલીસે માનવ મંદિર પાસે પતંગ ભંડારની દુકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ચાઈનીઝ દોરીની 8 નંગ ફિકરી મળી કુલ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગોકુલધામ સોસાયટીમાં રહેતા વેપારી વિજય ઠાકોર રાણાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત જંબુસર પોલીસે ડાભા ચોકડી પાસેથી ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-3 સાથે દભા ગામના ધવલ મનહર રોહિત અને હેમંતકુમાર જશુ ગોહિલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...