કાર્યવાહી:અંકલેશ્વરનાં કરમાલી ગામની સીમમાંથી લોખંડનો સામાન લઇને ફરાર થયેલા ચાર તસ્કરોને પોલીસે ઝડપી પાડ્યા

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોખંડનો સામાન મળી કુલ રૂ. 10 હજારના મુદ્દામાલની ચોરી કરી આરોપીઓ ફરાર થયા હતા

અંકલેશ્વર તાલુકાનાં કરમાલી ગામની સીમમાં દિલ્હી-મુંબઈ એક્ષપ્રેસ વેની કામગીરીની સાઇટ પરથી લોખંડનો સામાન મળી 10 હજારના મુદ્દામાલની ચોરીમાં સંડોવાયેલ ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર તાલુકાનાં કરમાલી ગામની સીમમાં દિલ્હી-મુંબઈ એક્ષપ્રેસ વેની કામગીરી ચાલી રહી છે. જેમાં પેટા કોન્ટ્રાક્ટ તરીકે અશોકકુમાર પ્રોજેકટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરમાલી ગામની સીમમાં પીપલ અંડર પાસની કામગીરી કરવામાં આવી રહી છે જેની બાજુમાં કંપનીની સાઇટ પર અંડર બ્રિજને લગતો સામાન મૂકવામાં આવ્યો છે જે સાઇટ પર તસ્કરોએ પ્રવેશ કરી કમ્પાઉન્ડમાં રહેલ લોખંડના સળિયા,પાઇપ અને યુ જેક તેમજ સ્ટીલના પતરાં મળી કુલ 10 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે કોસંબાના દાદરી ફળિયામાં રહેતા સિરાજ શબ્બીરગણી શેખ,સરીફ સલામખાન પઠાણ, રફીક હુશેન શેખ અને મહમદ રફીક સાફી મોહમદ સિપાઈને ઝડપી પાડ્યો હતો અને ચોરી થયેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...