ક્રાઈમ:ફૂરજા બંદરે ટોળા ઉમટ્યા, 6 સામે પોલીસે ગુનો નોંધ્યો

ભરૂચ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મિડિયાના ફોટાના આધારે કાર્યવાહી

ભરૂચના ફૂરજા બંદર ખાતે સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામાનો ભંગ કરી ટહેલવા માટે લોકટોળા ઉમટ્યાં હતાં. સોશિયલ મિડિયા પર પોતાના ફોટા અપલોડ કરનારા 6 શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેર જિલ્લામાં કલેક્ટરના જાહેરનામાનું ઉલ્લંઘન કરતાં લોકોના કિસ્સાઓ સતત સામે આવી રહ્યાં છે.

હાલમાં ફૂરજા બંદર વિસ્તારમાં નર્મદા નદી કિનારેના ખુલ્લા મેદાનમાં લોકો સાંજના સમયે ટહેલવા માટે નિકળી પડતાં હોવાનું તેમજ ત્યાં લોકોના ટોળાભેગા થતાં હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. બીજી તરફ સોશિયલ મિડિયામાં ફુરજા બંદર ખાતે ફરતાં લોકોના સેલ્ફી સહિતના ફોટા ફરતાં થયાં હતાં. જેના આધારે પોલીસે ફોટામાં જણાયેલાં 6 શખ્સો સુબહાન અહમદ શફી મહંમદ રસીદ ઇજારદાર, જૈનુલ ગફાર ખાલીક શેખ, જિહાન સાજીદ ગુલામ નબી શેખ, અરફાત યુનુસ ગુલામ મુર્તુઝા શેખ, સુફિયાન ગુલામ સાદીક શેખ તેમજ અકિબ હનિફ રહિમ શેખ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...