કાર્યવાહી:ભરૂચમાં 3.3 કરોડની છેતરપિંંડીના કેસમાં વધુ એક ઠગને પોલીસે પકડ્યો

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉ પોલીસે આ પ્રકરણમાં મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો

ભરૂચ આંગણવાડી મંડળની પ્રમુખ સહિત તેમની મિત્ર સાથે રોકાણના બહાને 3.3 કરોડથી વધુની કિંમતની ઠગાઈમાં ભરૂચ એ ડિવિઝન પોલીસે વધુ એક ભેજાબાજને ઝડપી લીધો છે. ભરૂચની મંગલજ્યોત સોસાયટીમાં રહેતા નિરૂબેન આહીર આંગણવાડી ચલાવે છે. વર્ષ 2020માં ગણેશ પટેલ સાથે મુલાકાત થઇ હતી. ગણેશ પટેલે રિયલ એસ્ટેટ અને ઈન્ફાસ્ટ્રક્ટરમાં રોકાણ સામે 4થી સાડા ચાર ટકા વળતરનું જણાવી નિરૂબેન, તેમની દીકરી દ્રષ્ટિ, જમાઈ ધ્રુવ પટેલના રૂપિયા 1 કરોડ 45 લાખની રકમનું અને નયનાબેનના 14 લાખનું રોકાણ કરાવ્યું હતું.

જે બાદ ત્રણ-ચાર મહિના વળતર આપી બાદમાં નહિ ચૂકવતાં ગણેશ પટેલે આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા. અંતે નિરુબેન આહીરે ભરૂચ એ ડિવિઝનમાં ગણેશ પટેલ સામે 3154 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે અગાઉ ગણેશ પટેલને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...