તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:અંકલેશ્વર-વાલિયા રોડ પર પોલીસને બિનવારસી હાલતમાં ટ્રક મળી, ચોરખાનામાંથી 4.96 લાખનો દારૂ મળી આવ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ એલસીબીએ કુલ 14.65 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કરી પોલીસ વધુ તપાસ હાથ ધરી

ભરુચ એલસીબી પોલીસે અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ રવિરત્ન શોરૂમ સામેથી બિનવારસી હાલતમાં પડેલી ટ્રકના ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 14.65 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ મારુતિ સુઝુકીના શો રૂમ સામેના સી.એન.જી. પંપ પાસે બિનવારસી હાલતમાં પાર્ક કરેલ ટ્રક નંબર આર.જે.27.જી.એ.2424ના ચોરખાનમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. જેવી બાતમીના આધારે ભરુચ એલસીબી પોલીસે બાતમી વાળી જ્ગ્યા પર તપાસ કરતાં બિનવારસી હાલતમાં ટ્રક મળી આવી હતી. પોલીસે ટ્રકની કેબિન વચ્ચે બનાવેલા ચોરખાનામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના 4656 નંગ પાઉચ કબ્જે કર્યા હતા.

પોલીસે 4.65 લાખનો દારૂ અને 10 લાખની ટ્રક મળી કુલ 14.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ટ્રક ચાલકને વોન્ટેડ જાહેર કરી જી.આઇ.ડી.સી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આટલા વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ક્યાં બુટલેગરે મંગાવ્યો તેવો ગણગણાટ ફેલાઈ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...