બંદોબસ્ત:ભરૂચમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા પોલીસ સજ્જ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રાઓના રૂટ પર 1,500થી વધારે જવાનોને તૈનાત કરાશે

ભરૂચમાં ત્રણ સ્થળોએથી નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાઓ શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ સજજ બની છે. ત્રણેય રથયાત્રાઓના રુટ પર 1,500થી વધારે જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. રથયાત્રા પુર્વે પોલીસે વધુ એક વખત ફલેગમાર્ચ યોજી ભૌગોલિક સ્થિતિનો આખરી ચિતાર મેળવ્યો હતો.

ભરૂચ શહેરમાં ફુરજાના મંદિરેથી ૨૫૦ વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે ૩ અલગ-અલગ રથ તૈયાર કરવામાં આવ્યા છે ત્રણેય રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવશે અને નગરચર્યાએ નીકળશે. આ ઉપરાંત આશ્રય સોસાયટી નજીક પણ ભગવાન જગન્નાથ મંદિરેથી તેમજ ઇસ્કોન તરફથી પણ એક જ રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરી શીતલ સર્કલથી રથયાત્રા કાઢવામાં આવશે.

ત્રણેય રથયાત્રા શાંતિપુર્ણ રીતે સંપન્ન થાય તે માટે 890 પોલીસ જવાનો, 393 હોમગાર્ડ, 02 ડીવાયએસપી, 02,એ.એસ.પી, 12, પી.આઈ, 30 પીએસઆઇ સહીત એસ.આર.પી જવાનોનું એક ગૃપ , ડ્રોન તથા બોડી કેમેરા સાથે તૈનાત રહેશે.

અન્ય સમાચારો પણ છે...