જાહેરનામાનો ભંગ:ભરૂચમાં ભાડા કરારનો ભંગ કરનાર 9 મકાન માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ભાડા કરારનો ભંગ કરનાર 9 મકાન માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચ એસ.ઓ.જી.ની ટીમ એ.ટી.એસ ચાર્ટરના આધારે પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ભરૂચના રહાદપોર ગામમાં આવેલ અજીમ નગરમાં તપાસ હાથ ધરી હતી પોલીસે મકાન ભાડા કરાર અંગેની પોલીસ મથકે નોંધણી કરી છે કે નહિ તે અંગે તપાસ કરતા મકાનમાં રહેતા શાબરાબનું ઐયુબ પઠાણે પોલીસ મથકે ભાડા કરાર અંગેની નોંધણી નહિ કરી હોવાનું જણાઈ આવતા પોલીસે એ ડીવીઝન પોલીસે મથકે તેણીના વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે. તો આવી જ રીતે અજીમ નગરમાં બે અને ન્યુ સીમા એપાર્ટમેન્ટમાં બે તેમજ અંકલેશ્વરની અવધૂત નગર સોસાયટીમાં બે અને હાંસોટના ખરચ ગામની બિરલા ચોકડી મળી કુલ ૯ મકાન માલિકો સામે જાહેરનામાનો ભંગની ફરિયાદ નોંધાઈ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...