તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ભરૂચમાં પતિ-સસરાના અવસાન બાદ મહિલાને મિલકતમાંથી બેદખલ કરી દેતા પોલીસ ફરિયાદ

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપીએ સસરાના નામની વીલ બનાવી ખોટી સહી કરીને છેતરપિંડી કરી હોવાના આક્ષેપ

ભરૂચમાં પતિ અને સસરાના અવસાન બાદ ભાભી સાથે દિયરે છેતરપિંડી કરી મિલ્તકમાં કર્યાની કિસ્સો સામે આવ્યો છે. દિયર-દેરાણીએ સ્વ.સસરાનું ખોટું વીલ બનાવી તેમજ ખોટી સહી કરીને ભાભી સહિત તેમના સંતાનોને મિલ્કતમાંથી બેદખલ કરી ગેરકાયેદ પચાવી પાડી હતી. જેથી યુવતીએ ન્યાય માટે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કસક વિસ્તાની પ્રિતમ નગર સોસાયટીમાં રહેતા ભાવિતા પિયુષભાઇ શાહ ઘરકામ કરી પોતાની સંતાનોનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પતિના તથા સસરા કિશોર શાહ, દિયર મિતુલ શાહ તથા કાકા સસરા વસંત શાહ ભાગીદારીમાં વિજય વલ્લભ ટ્રેડર્સ પ્રા.લિ.નામની કંપની ચલાવતા હતા.જેમાં શહેરના ફલશ્રુતિ નગર તથા શ્રવણ ચોકડી તથા અંકલેશ્વરના રાજકમલ આર્કેડ મહિન્દ્રા શોરૂમ તેમજ પ્રતીન હોટલની બાજુમા દુકાનો આવેલી છે. કંપનીમાં મુખ્યત્વે સેનેટરી વેર આઇટમનો વેપાર છે.પતિ અંકલેશ્વર ખાતેની વિજય વલ્લભ પ્રા.લિ.ની દુકાનો સંભાળતા હતા.

વર્ષ 2016માં તેમના પતિનું અવસાન થયું હતું.જેથી તેઓ અને તમના બાળકો સસરા સાથે રહેતા હતા.પરંતુ ગત જુલાઈ મહિનમાં તેમના સસરાનું કોરોના મહામારીના કારણે વડોદરા ખાતે અવસાન થયું હતું. સસરાના અવસાન બાદ દિયર મિતુલ શાહ, રાજેન બળદેવદાસ શાહ, મુકુન્દ કિષ્ણસ્વામી રાવ, ચાર્ટર્ટ એકાઉન્ટન્ટ, શૈલેષ કાંતીલાલ ચોક્સી, તથા સૌમિલ સુરેશ વકીલે સ્વ.સસરાના નામનું ખોટું વીલ બનાવી મારા પતિની સ્વતંત્ર મિલ્કતો તથા સસરાની સંયુક્ત કરોડોની મિલ્કત ગેરકાયેદ પચાવી પાડી છેતરપિંડી કરી હતી.

તમામ આરોપીઓ ભેગા મળીને ભાવિતાના સસરાની ખોટી વીલ બનાવી ખોટી સહી કરીને ધમકાવીને ઘર છોડવા તથા મિલ્કતમાં મળવા પાત્ર હક્ક છોડી દેવા દબાણ કરે છે. સદર મામલે ભાવિતાએ તમામ આરોપીઓ વિરુધ્ધ ખોટું વીલ બનાવવા અને સસરાની ખોટી સહી કરવાના અને ઘર ખર્ચ તેમજ બાળકીની સ્કૂલ ફી ભરવાના રૂપિયા નહીં આપતા હોય સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.સદર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો