તપાસ:હિન્દુઓના મકાન ખરીદવા વિદેશથી ફોન કરનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભરૂચના હાથીખાનાના 3 રહિશો પર ફોન આવ્યાં હતા

ભરૂચ શહેરના હાજીખાના બજાર વિસ્તારમાં આવેલાં સોની ફળિયામાં રહેતા ગૌરાંગ પ્રવિણ રાણા પર +27682739920 નંબરથી સોશિયલ મિડિયાકોલ તેમજ મેસેજ આવ્યો હતો. જેમાં મેસેજ કરનાર શખ્સે તેમનું મકાન ખરીદવા અંગેની વાતચિત શરૂ કરી હતી. નોંધનિય છે કે, હાથીખાના વિસ્તારમાં આવેલાં કેટલાંક રહિશોએ અશાંતધારાના નિયમોનું યોગ્ય પાલન ન થતું હોઇ તેમના મકાનો પર હિન્દુનું મકાન વેચવાનું છે તેવા બેનરો લગાવ્યાં હતાં. દરમિયાન વિદેશથી શખ્સ દ્વારા તેમના ફોન પર સંપર્ક કરી તમારૂ મકાન હું ખરીદીશ તેમ જણાવ્યું હતું.

ઉપરાંત જે મકાનની કિંમત 5થી 10 લાખની તેમને 1 કરોડ સુધી રૂપિયા આપવાની અને જો આખી ચાલના લોકો મકાન વેચવા માંગતા હોય તો આખી ચાલ ખરીદીશું તેમ જણાવ્યું હતું. જેેના પગલે ગૌરાંગ રાણાએ તેમને અને વિસ્તારમાં જ રહેતાં અન્ય બે શખ્સોના ફોન-મેસેજ કરનાર શખ્સે વધુ કિંમત આપવાની વાત કરી હિન્દુ મુસ્લિમ કોમો વચ્ચે દુશ્મનાવટ થાય તેમજ દ્વેશની લાગણી ફેલાય તેવો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...