મામલો બિચક્યો:બોગજ ગામે ચૂંટણીમાં થયેલાં ધિંગાણા મામલે 10 શખસો સામે પોલીસ ફરિયાદ

ચીકદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ મનસુખ વસાવાના સાળા અને બીટીપીના કાર્યકરો વચ્ચે તકરાર થતાં મામલો બિચક્યો હતો

બોગજ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના દિવસે મનસુખ વસાવાના સાળા અને બિટીપીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટનામાં બિટીપીના આગેવાન ચૈતર વસાવા સહિત અન્ય નવ લોકો સામે લૂંટની પોલીસ ફરિયાદ થઈ છે. ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ મીડિયા સમક્ષ મનસુખ વસાવા ઉપર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં જ્યારે દસ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી થતી હોય તો સ્વાભાવિક છે કે કોઈ રાજકીય પાર્ટી આધારિત ચૂંટણી હોતી નથી. ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો વચ્ચે મનભેદ હોય તો કઇંક અંશે ઝપાઝપી થતી હોય છે.

વોટિંગના દિવસે બોગજ ગામે જે ઝમકલું થયું જેમાં સામાન્ય ઇજાઓ એકબીજા ને થયી હતી. જેમાં એક વ્યક્તિને હોસ્પિટલ દાખલ કરતાં તેને ડોકટરે ઈલાજ કરી આરામ કરવા કહ્યું પણ તે વ્યક્તિ જતો રહ્યો હતો. પણ આ ઘટનાએ રાજકીય સ્વરૂપ લેતા ઇજાગ્રસ્ત વ્યક્તિ દ્વારા ફરી હોસ્પિટલ આવી લૂંટની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

તેમણે ખાસ જણાવ્યું હતું કે મનસુખ વસાવા દ્વારા અહીં આવી એવા સ્ટેટમેન્ટ કરવામાં આવ્યા છે કે જાણે અહીં નક્સલવાદની લડાઈ ચાલી રહી હોય. મનસુખ વસાવાએ સાંસદ તરીકે આવા લડાઈ ઝઘડાઓનું સમાધાન લાવવું જોઈએ. ચૈતર વસાવા અને અન્ય ઉપર 397 ની લૂંટની કલમ રાજકીય કિન્નનાખોરી રાખી ખોટી રીતે લગાવવામાં આવી છે. ત્યારે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે.

મચ્છર હાથીના કાનમાં જાય તો તે ગાંડો થઈ જાય : મહેશ વસાવા
સાંસદ મનસુખ વસાવા એમના નિવેદનમાં છોટુ વસાવા અને મહેશ વસાવાને મચ્છર સમાન ગણે છે તો જણાવું કેે મચ્છર હાથીના કાનમાં જાય તો તે ગાંડો થઈ જાય છે. મનસુખ વસાવા અહીં આવી ધરણા પર બેસવાની વાત કરે છે તો ઇકો સેન્સેટિવ, SOU તેમજ ડેડીયાપાડા સાગબારા તાલુકાના સિંચાઇના પ્રશ્નો, રોજગારી ે જેવા મુદે ધરણા પર કેમ નથી બેસતા.

અન્ય સમાચારો પણ છે...