પોલીસને હાથ જોડવા પડ્યા:ભરુચના નવા 8 લેન એક્સપ્રેસ વે કેબલ બ્રિજ પરના વાયરલ વીડિયોમાં પોલીસે ચારને ઝડપ્યા

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હથિયારોના નગ્ન નાચ સાથે સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો

ભરૂચમાં 4 યુવાનોએ ભાઈગીરીના અભરખા અને સોશિયલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ માટે હથિયારોના નગ્ન નાચ સાથે સ્ટંટ કરતો બનાવેલા વીડિયોમાં પોલીસે ધરપકડ કરતા જ ચારેયની ભાઈગીરી નીકળી ગઇ હતી. પોલીસ સામે બે હાથ જોડી સાહેબ ભૂલ થઈ ગઈ હોવાનું ચારેય એ રડમસ ચહેરે આજીજીઓ કરી હતી.

સુરતની જેમ સ્ટંટ કરવો ભરૂચના 4 યુવાનોને ભારે પડી ગયો છે. બે બાઇક ઉપર હથિયારો સાથે પુરઝડપે બનાવેલો જોખમી સ્ટંટના વીડિયો વાયરલ થતા ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ ઉપરથી આ ચારેય યુવાનોને ઝબ્બે કરવા મેસેજ આવ્યો હતો.

ભરૂચ તાલુકા પોલીસે વાયરલ જોખમી વીડિયોની તપાસ કરતા આ ભરૂચના નેશનલ હાઇવે નંબર 48ના કેબલ બ્રિજનો નહીં, પરંતુ કુકરવાડા પાસેટ પસાર થતા નવા બનેલા એક્સપ્રેસ વેના પ્રતિબંધિત 8 લેન કેબલબ્રિજનો હતો.

કર્મચારીઓને વીડિયો બતાવી પોલીસે તપાસ કરતા 2 બાઇક ઉપર પ્રાણઘાતક હથિયારો સાથે જોખમી સ્ટંટ કરી ભયનો માહોલ ફેલાવનાર આ 4 યુવાનો અશોકા બિલ્ડકોન કંપનીના સિક્યોરિટી ગાર્ડ નિકળા હતા.

જેના આધારે ભરૂચ તાલુકા પોલીસે ભરૂચના સિતપોણના અસ્ફાક યાકુબ માલા, કંબોલીનો ફૈયાઝ હનીફ સિંધી, મુબારક સફીક સિંધી અને વરેડિયા ગામનો ઇર્ષાદ જુસબ સિંધીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ચારેય સિક્યોરિટીના જવાનોને જોખમી સ્ટંટ કરતા લોકઅપ ભેગા કરતા જ તેમની ભાઈગીરી નીકળી ગઈ હતી અને ચારેય યુવાનો પોલીસને બે હાથ જોડી સાહેબ ભૂલ થઈ ગઈ માફ કરી દોની કાકલૂદી કરવા માંડ્યા હતા.

પોલીસે ચારેયને 2 બાઇક, ધારીયા, ફરસી, મોબાઈલ સાથે પકડી લઈ જાહેરમાં હથિયારોનું પ્રદર્શન, લોકોમાં ભય ફેલાવો, જીપી એક્ટ, મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ, પ્રીતિબંધિત વિસ્તારમાં પ્રવેશ અને પુરઝડપે સ્ટંટ તેમજ સોશ્યલ મીડિયા ઉપર તેને વાયરલ કરી અન્યને અનુકરણ કરવા પ્રેરી બીજાના જીવ પણ જોખમમાં નાખી શકે તે સંદર્ભનો ગુનો દાખલ કર્યો છે.

ભરૂચ પોલીસે તમામને નસીયત પણ આપી છે કે, જાહેરમાં હથિયારોના આવા પ્રદર્શન થકી જે કોઈ પણ ભય ફેલાવવાનું આવું કૃત્ય કરશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...