સુરક્ષા:દિવાળી તહેવારમાં ઘરફોડ ચોરી રોકવા પોલીસનો એકશન પ્લાન

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન બંધ રહેવાનું હોય તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા અપીલ
  • વેકેશનમાં ફરવા જતાં પરિવારોના મકાનોની સુરક્ષા માટે બે ટીમો બનાવી

દિવાળી વેકેશનનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે વેકેશનમાં ઘરફોડ ચોરી તથા અન્ય ગુનાઓ અટકાવવા માટે પોલીસે એકશન પ્લાન ઘડી કાઢ્યો છે. ભરૂચ અને અંકલેશ્વરમાં પોલીસની વિશેષ ટીમો બનાવવામાં આવી છે જે રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી બંધ મકાનો પર ચાંપતી નજર રાખશે.

હિંદુ સમાજના મહાપર્વ દિવાળીના તહેવારોનો પ્રારંભ થયો છે. કોરોનાકાળમાં શાળા તથા કોલેજોમાં અભ્યાસબંધ રખાયો હતો. જે બાદ હાલમાં જ શાળાઓ શરૂ કરાઇ હતી જે બાદ દિવાળી વેકેશન શરૂ થઇ ગયું છે. ઉપરાંત હવે લોકડાઉન પણ નથી ત્યારે અબાલ વૃધ્ધ સૌ કોઇ દિવાળી પર્વની ઉજવણીમાં મશગુલ બની ગયાં છે. દિવાળી, બેસતુ વર્ષ તથા ભાઇબીજની ઉજવણી કર્યા બાદ મોટાભાગના લોકો બહારગામ ફરવા જતાં હોય છે.

દિવાળી વેકેશનમાં બંધ મકાનોમાં ઘરફોડ ચોરીના બનાવો વધતાં હોય છે. લોકોની જીંદગીભરની કમાણી તસ્કરો એક જ રાતમાં ચોરી પલાયન થઇ જતાં હોય છે.બંધ મકાનોમાં ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યો છે જે અંતર્ગત ભરૂચ અને અંકલેશ્વરમાં 10-10 પોલીસ જવાનોની બે ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહેણાંક વિસ્તારોમાં ચાંપતી નજર રાખશે.

મકાનમાલિકોએ શું પગલાં ભરવા

  • નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી.
  • પાડોશીનું ધ્યાન દોરવું.
  • શકય હોય તો મિત્ર કે સ્વજનને ઘરે સુવાડવા.
  • ઘરમાં કિમંતી સામાન રાખવો નહિં.
  • મકાન બરાબર બંધ થયું છે કે નહિ તે તપાસવું.
અન્ય સમાચારો પણ છે...