તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજપોલ ધરાશયી:ભરુચમાં અપના ઘર સોસાયટી નજીક ટ્રકચાલકે વીજપોલને ટક્કર મારી, બે વીજપોલ ધરાશાયી

ભરૂચ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વીજપોલને ટક્કર મારી ટ્રક ડ્રાઈવર ત્યાંથી નાસી ગયો

અત્યારે રાજ્યભરમાં બેફામ વાહનો ચલાવતા લોકોનો ત્રાસ વધી રહ્યો છે. તેવામાં ભરુચમાં આવેલા અપના ઘર સોસાયટીની નજીક ટ્રક ચાલકે ટ્રક પર કાબૂ ગુમાવતા વીજપોલને ટક્કર મારી દીધી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

અકસ્માત બાદ ટ્રકચાલક ફરારભરૂચના અપના ઘર સોસાયટી નજીકથી 11 કિલોવૉટની વીજલાઇન પસાર થાય છે. ત્યારે આજે એક ટ્રકની વીજપોલ સાથે ટક્કર થઇ જતા 2 વીજપોલ ધરાશાયી થઇ ગયા હતા. જેના કારણે આસપાસના રાહદારીઓમાં ભય ફેલાઇ જતા નાસભાગ મચી જવા પામી હતી. આ દુર્ઘટનાને પગલે વીજ પોલને અડફેટે લેનારો ટ્રક ચાલક પણ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

સ્થાનિકોના શ્વાસ અધ્ધરઆ અકસ્માતમાં વીજપોલ ધરાશાયી તો થઈ ગયો હતો પરંતુ તેમાં વીજળીનો પ્રવાહ ચાલુ રહેતા સ્થાનિકોના શ્વાસ તાવડે ચોટી ગયા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ સદનસીબે આ ઘટનામાં કોઇની પણ જાનહાનિ થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો