તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

181 અભયમ હેલ્પલાઇન:સુરતથી ગુમ થયેલી અસ્થિર મગજની યુવતીનું તેના દાદા સાથે સુખદ મિલન

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમોદ ખાતે એકલી ફરતી યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાયો હતો

આમોદ તાલુકાના સમની ગામમાં 14 વર્ષીય અસ્થિર મગજની યુવતી પરિવારથી વિખુટી પડી ફરતી હતી.જેની જાણ ત્યાંના સ્થાનિક ઈસમે 181 અભયમ હેલ્પલાઇનને કોલ કરીને જાણ કરી હતી.માહિતી મળતા જ 181 અભયમની ટીમે સ્થળ પર પહોંચી યુવતીને શોધી કાઢી ભરૂચ સિવિલ સંકુલમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી.

સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાનો કોવિડ -19 ટેસ્ટ કરાવી તેમજ તબીબી સહાય અપાવી મહિલાનું કાઉન્સેલિંગ દરમિયાન તેઓ કઈ પણ બોલતી ન હોય અને પોતાના નામ રહેઠાણની વિગતો જણાવી નહીં શકતી તેમ ન હતી. યુવતીના દાંતના ચેકઅપ વખતે જાણવા મળ્યું કે,આ યુવતી યુપીના ચમખા ગામની છે.સખી સેન્ટરના સંચાલકે ચમખા ગામના સરપંચ સાથે વાતચીત કરતા માલૂમ પડ્યું કે આ યુવતી તેના દાદા સાથે સુરતમાં રહે છે.

આ યુવતી સુરતમાં ગુમ થઈ જતા તેના દાદાએ પોલીસમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સેન્ટર દ્વારા પોલીસ મથકનો સંપર્ક કરતા તેના દાદાની ભાળ મળી હતી.દાદાને માહિતી મળતા જ તેઓ ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવી પહોંચતા સખી વન સ્ટોપની ટીમે યુવતી અને દાદાનું મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...