તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પાદરા રોડ પર આવેલી પિરામલ ગ્લાસ કંપનીમાં અકસ્માત, હાઈડ્રો ક્રેન ચાલકે એક વ્યક્તિને અડફેટે લેતાં ઘટના સ્થળે મોત

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને ઘટના સ્થળે આવી પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી

જંબુસર પાદરા રોડ પર આવેલી પિરામલ ગ્લાસ કંપનીમાં અકસ્માતની ઘટના બની હતી. હાઈડ્રો ક્રેન ચાલકે ગફલતભરી રીતે ક્રેન ચલાવતા એક વ્યક્તિને અડફેટે લીધો હતો. જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, જંબુસરથી પાદરા હાઇવે પર ઉચ્છદ ગામ ખાતે આવેલ પિરામલ ગ્લાસ કંપનીમાં હાઈડ્રો ક્રેઈનના ચાલક રિતેશકુમાર રામવીરસિંઘ યાદવે હાઈડ્રો ક્રેન ગફલતભરી રીતે હંકારી મૂળ મહારાષ્ટ્રના રૂપેશ બનારસી નામના વ્યક્તિને અડફેટે લેતાં તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

બનાવ અંગે વેડચ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. વેડચ પોલીસે ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો