તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • The Dandi Pilgrims Were Welcomed By Mrs. Kusumben Kadkiya Arts And Commerce College Staff And NSS Volunteers With A Shower Of Flowers.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડી યાત્રીઓનું સ્વાગત:દાંડી યાત્રીઓનું શ્રીમતિ કુસુમબેન કડકીયા આર્ટસ અને કોમર્સ કોલેજના સ્ટાફ તથા એન.એસ.એસ સ્વયંસેવકોએ પુષ્પવર્ષા કરીને સ્વાગત કર્યું

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દાંડી યાત્રાનો જે રૂટ હતો એ રૂટ પ્રમાણે દાંડી યાત્રા આગળ વધી રહી છે

" આઝાદીનો અમૃત મહોત્સવ " ની ઉજવણી થઈ રહી છે. ત્યારે અંકલેશ્વર એક એવું મહત્વપૂર્ણ સ્થળ છે કે જયાં દાંડી યાત્રીઓએ 26મી માર્ચ 1930ના રોજ જ્યોતિ ટોકીઝ સામે રાત્રિ રોકાણ કર્યું હતું અને મહાત્મા ગાંધીજીએ જનતાને સંબોધન કર્યું હતું.

ભરૂચથી યાત્રા અંકલેશ્વર આવી પહોંચી

તેની સાક્ષી પૂરતી તકતી આજે પણ વિદ્યમાન છે. જેમાં લખ્યું છે : "તા. 26મી માર્ચ 1930, કર્મનિષ્ઠ, સિદ્ધાંતપ્રિય અને જાહેર જીવનમાં મૂલ્યોની સ્થાપના કરનાર મહાત્મા ગાંધીજીએ અહીં ભાષણ કર્યું હતું." દાંડી યાત્રાનો જે રૂટ હતો એ રૂટ પ્રમાણે દાંડી યાત્રા આગળ વધી રહી છે. તે અનુસાર ભરૂચથી યાત્રા અંકલેશ્વર આવી પહોંચી હતી અને આજરોજ દાંડી પથ પરથી દાંડી યાત્રીઓ પસાર થઈ રહ્યાં હતાં.

એન.એસ.એસના સ્વયંસેવકોએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું

ત્યારે શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટ્સ અને કોમર્સ કોલેજના સ્થાપક મણિલાલ હરિલાલ કડકિયા પોતે સ્વાતંત્ર્ય સેનાની હતા. આ કોલેજ પણ દાંડી પથ પર વિદ્યમાન છે. જોશ અને જુસ્સાથી ચાલતા દાંડી યાત્રીઓને અત્રેની શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રોગ્રામ ઓફિસર પ્રવીણ પટેલ તથા ડો જયશ્રી ચૌધરી અને કોલેજના કર્મચારી ગણ તથા એન.એસ.એસના સ્વયંસેવકોએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. દાંડી યાત્રીઓને પુષ્પ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. તેમની સાથે સંવાદ સાધ્યો હતો. અને દાંડીયાત્રીઓ ઉપર પુષ્પવર્ષા કરી હતી.

દાંડી યાત્રીઓ સાથે પદયાત્રા કરી હતી

પ્રોગ્રામ ઓફિસર પ્રા.પ્રવીણ પટેલ તથા જયશ્રી ચૌધરી અને પૂર્વ કેમ્પસ એમ્બેસેડર સોહેલ દીવાન, શીતલ પરમાર, કેમ્પસ એમ્બેસેડર અજય જોરાવર, કીર્તિ પ્રજાપતિ, સુનિલ પરમાર, કિરણ પટેલ, ચિરાગ આહિર, પાયલ પટેલ, વૈશાલી પટેલ, નિમિષા આહિર, કિશન આહિર, બીંજલ પટેલ, તેજસ આહિર, મીતાલી ચૌહાણ, કૃપાલી આહિર, દિપાશા પરમાર, ઉન્નતિ પટેલ અને દિવ્યા પટેલ આસૌ એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ કૉલેજથી આમલાખાડી સુધી દાંડી યાત્રીઓ સાથે પદયાત્રા કરી હતી. અને આ દાંડીયાત્રામાં સહભાગી થવાનો લ્હાવો લીધો હતો. એનો અનેરો ઉલ્લાસ અને ઉત્સાહ પ્રોગ્રામ ઓફિસર અને સ્વયંસેવકોમાં વર્તાઈ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો