તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ચૂંટણીમાં ખોટા પ્રમાણપત્રોના મામલે પોલીસે ફરિયાદ ન લેતાં PIને કોર્ટનું તેડૂં

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભરૂચ નગરપાલિકા પ્રમુખનું જાતિ પ્રમાણપત્ર ખોટી રીતે ઇસ્યુ કરાયું હોવાનો મામલો કોર્ટમાં
  • નાગરિકે જે તે સમયે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતાં ફરિયાદ નોંધાઈ નહોતી

ભરૂચ જિલ્લામાં કોરો નાની બીજી લહેર પૂર્વે યોજાયેલી નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ માં છબરડો કર્યો હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી. જેમાં ઉમેદવારે બે જાતિ દર્શાવતા અલગ-અલગ ડોક્યુમેન્ટ રજૂ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે, પોલીસે સમગ્ર પ્રકરણમાં કોઈ કાર્યવાહી નહીં કરતાં જાગૃત ફરિયાદી નાગરિકે આ મુદ્દે ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. આખરે કોર્ટ ભરૂચ સી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇને આગામી 19 તારીખે આ મામલે કોર્ટમાં હાજર થાવ ફરમાન કર્યું છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ નગરપાલિકાનीી યોજાયેલી ચૂંટણીમાં પાલિકા પ્રમુખપદ માટેની બેઠક અનુસૂચિત જાતિ અનામત જાહેર થઈ છે. ચૂંટણીમાં અનુસૂચિત જાતિની સીટ ઉપર જીતેલા ઉમેદવારને પ્રમુખ માટે ઉમેદવારી કરી પ્રમુખ જાહેર કરવા બદલે ભરૂચ નગરપાલિકા પ્રમુખપદ માટેની ચૂંટણીમાં વડો નંબર-5 ના ઉમેદવાર અમિત ચાવડા જે જનરલ બેઠક ઉપરથી ચૂંટણી ડીને જીત્યા હતા. છતાં તેમની પાલિકા પ્રમુખ તરીકે નિમણૂકની કરવામાં આવી હતી.

તેમણે જે અનુસૂચિત જાતનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જે પ્રમાણપત્ર ખોટા દસ્તાવેજો રજૂ કરી ઇસ્યુ કરાયું હોવાનો વિવાદ છેડાયો હતો. જેમાં ભૂરચના ફરિયાદી દિનેશ હીરાભાઈ ખુમાણ નવનિયુક્ત પ્રમુખે ગેરકાયદેસર અનુસૂચિત જાતનું પ્રમાણપત્ર મેળવ્યું હોવાના આક્ષેપ સાથે જે તે સમયે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પરંતુ પોલીસે આ ફરિયાદ દાખલ ન કરતા ફરિયાદીએ ન્યાયની આશા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...