રોજગારી:ભરૂચ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં 81 ગ્રામ સેવકોના 5 વર્ષ પૂર્ણ થતાં કાયમી ઓર્ડર અપાયા

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા પાંચ વર્ષથી ફિક્સ પગારમાં નોકરી કરી સંતોષકારક કામગીરી કરતા કાયમી કરાયાં

ભરૂચ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના વર્ગ -3ની ગ્રામસેવક સંવર્ગ ખાતામાં 81 ગ્રામ સેવકોની ભરતી કરવામાં આવી હતી. જેમના પાંચ વર્ષ પુર્ણ થતાં હવે તેમને ફિક્સ પગારમાંથી નિયમિત પગાર ધોરણમાં સમાવવાનો ઓર્ડર આપવા આવ્યો હતો. જિલ્લા પંચાયતના સભાખંડમાં તમામ 81 ગ્રામ સેવકોને ડીડીઓના હસ્તે નિયમિત પગારનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયતમાં આવેલાં ખેતીવાડી વિભાગમાં હંગામી ધોરણે પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં 81 ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવી હતી. જિલ્લાના 9 તાલુકાઓમાં તેમને કામગીરી સોંપવામાં આવી હતી.

જંબુસર તાલુકામાં 10, ભરૂચ તાલુકામાં 9, આમોદ તાલુકામાં 5, વાગરા તાલુકામાં 6,અંક્લેશ્વર તાલુકામાં 9, હાંસોટ તાલુકામાં 6, ઝઘડિયા તાલુકામાં 15, વાલિયા તાલુકામાં 9 તેમજ નેત્રંગ તાલુકામાં 10 ગ્રામસેવકોને ફરજ સોંપવામાં આવી હતી.

તમામ 81 ગ્રામ સેવકોના પાંચ વર્ષ પુર્થ થતાં રાજ્ય સરકારમાંથી તેમને ફિક્સ પગારમાંથી નિયમિત પગારમાં ઓર્ડર કરવાનો હૂકમ કરાયો હતો. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે ડીડીઓ યોગેશ ચૌધરીના હસ્તે તમામ ગ્રામ સેવકોને નિયમિત પગારના ઓર્ડર એનાયત કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...