તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અચંબિત કરતી માછલી:માનવ ચહેરા જેવી માછલી જાળમાં ફસાઈ, માછીમાર અચંબિત કરી મૂકે તેવી માછલી ગ્રામજનોને બતાવવા ઘરે લાવ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • ભરૂચની કિમ નદીમાંથી મળી આવેલી માછલીને નિહાળી લોકો આશ્ચર્યમાં મૂકાયા
  • નિષ્ણાંતોના મતે આ માછલી પફર ફીશ હોવાનું ખુલ્યું

ભરૂચના હાંસોટના ઈલાવ ગામ પાસે કિમ નદીમાંથી આજે એક માછીમારને માનવ મુખ જેવું જ મુખ ધરાવતી એક માછલી મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. માછીમાર માછલીને લઈ પોતાના ગામમાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લોકો પણ માનવ મુખ જેવું મુખ ધરાવતી માછલીને નિહાળી આશ્ચર્યમાં મુકાયા હતા.

માછલી સાથે માછીમાર નરસિંહ રાઠોડ
માછલી સાથે માછીમાર નરસિંહ રાઠોડ

નરસિંહ રાઠોડ નામના માછીમારને માછલી મળી
હાંસોટના ઈલાવ ગામના રહીશ નરસિંહ રાઠોડ આજે પોતાના નિત્યક્રમ મુજબ કિમ નદીમાં માછીમારી માટે ગયા હતા. સવારના સમયે પાણીમાં જાળ નાખતા અન્ય માછલીઓની સાથે એક અલગ જ દેખાતી માછલી પણ જાળમાં આવી જતા તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા. કારણ કે, જે અલગ દેખાતી માછલી હતી તેના મુખનો આકાર માનવ ચહેરાને મળતો આવતો હતો.

પફર ફીશ હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું
પફર ફીશ હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું

માછલીને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા
નરસિંહ રાઠોડ માછલીને લઈ પોતાના ગામમાં આવી પહોંચતા માછલીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. માણસ જેવું જ મુખ ધરાવતી માછલીને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. માછલી પાણીની બહાર હોવા છતા તેના પર કોઈ ખાસ અસર દેખાતી ન હતી.

માછલી જોવા માછીમારોના ઘર પર લોકો એકઠા થયા
માછલી જોવા માછીમારોના ઘર પર લોકો એકઠા થયા

અલગ દેખાતી માછલી પફર ફીશ હોવાનું ખુલ્યું
માછલી બાબતે નિષ્ણાંતનો અભિપ્રાય લેવામાં આવતા આ માછલી પફર ફિશ હોવાનું જાણવા મળ્યું હતું. દેખાવ ઉપરાંત આ માછલી અન્ય એક ખાસિયત પણ ધરાવે છે. આ માછલી આકારમાં નાની હોય છે પરંતુ તે જયારે પણ અસલામતીનો અનુભવ કરે ત્યારે તે પોતાનો આકાર મોટો બનાવી શકે છે. પફર ફિશ સમુદ્ર અને નદીના પાણી જ્યાં ભળતા હોય છે તે વિસ્તારોમાં જોવા મળે છે. માછીમાર દ્વારા આ માછલીને બાદમાં જે વિસ્તારમાંથી તે મળી આવી હતી ત્યાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...