તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:જંબુસરની બહારના લોકોને વેક્સિનનો લાભ, તાલુકાની જનતા જ વંચિત રહી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં લોકેશન જ નહીં બતાવતું હોવાથી લોકોમાં ભારે મુંજવણ

જંબુસર પંથકની તમામ જનતા લાભ લે તે માટે રેસ્ટ હાઉસ ખાતે રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.આ કેન્દ્ર ખાતે પણ મોટી સંખ્યામાં લોકો લાંબી કતારો લગાવી રસીકરણનો લાભ લઇ રહ્યાં છે. પરંતુ જંબુસર પંથકની મોટા ભાગની જનતાને આ કેન્દ્રનો લાભ મળતો નથી.જ્યારે તાલુકા જિલ્લા બહારની જનતા જંબુસર કેન્દ્ર ખાતે રસીકરણ કરાવવા આવતા હોય છે.જ્યારે પણ જંબુસરની લોકો ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરે છે ત્યારે લોકેશન બતાવતું નથી, કયા સમયે આ લોકેશનની પ્રક્રિયા કરવી તે અંગે અવઢવ હોય છે.

યુવાનો થાકી હારી ગયા છે જેને લઇ જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા અને નગરપાલીકા પ્રમુખ ભાવના રામીને રજૂઆતો મળતાં તેઓએ રસીકરણ કેન્દ્રની મુલાકાત લેતા જંબુસર તાલુકા જિલ્લા બહારના વ્યક્તિઓ રસીકરણનો લાભ લેતા નજરે પડ્યા હતા.જે અંગે આગેવાનોએ ગુજરાત રાજ્ય ડાયરેકટર પંડ્યાને ટેલિફોનિક રજૂઆતો કરી જંબુસર પંથકની જનતા આ રસીકરણ કેન્દ્રનો લાભ લે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...