તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • People Of Ilav Village In Hansot Taluka Of Bharuch Are More Alert Than The City, 20 Days Voluntary Lockdown Has Reduced The Case Of Corona.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષિત ગામડું:ભરૂચના હાંસોટ તાલુકાના ઈલાવ ગામના લોકો શહેર કરતા વધુ એલર્ટ, 20 દિવસના સ્વૈચ્છિક લોક્ડાઉનથી કોરોનાના કેસમાં ઘટાડો થયો

ભરૂચ11 દિવસ પહેલા
  • માસ્ક વગરનાને રૂ. 50 તથા કોરોના પોઝિટિવ દર્દી કોરાન્ટઈનનો ભંગ કરે તો રૂ. 1000 નો દંડ

ભરૂચ જીલ્લાની કોરોનાની વિકટ બનતી સ્થિતિને પગલે હવે ગામડાઓ આગળ આવ્યા છે. અને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યા છે. ભરૂચ અને સુરત જીલ્લાની બોર્ડર પર છેવાડાના હાંસોટ તાલુકાના ઈલાવ ગ્રામ પંચાયત દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવમાં આવ્યો હતો. જેનાથી હકારાત્મક પરિણામ મળ્યા છે.

બજાર સવારે 7 કલાકથી બપોરે 12 કલાક સુધી જ ખુલ્લા રહેશે
ભરૂચ જીલ્લાનું છેવાડાનું હાંસોટ તાલુકાના ઈલાવ ગામ દ્વારા હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અસરકારક સાબિત થતા આગામી 10 મે સુધી નિર્ણય લંબાવાયો છે. ગામમાં 10 દિવસ પૂર્વે ગ્રામ પંચાયતની બેઠક મળી હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો જે મુજબ ઈલાવ ગામમાં બજાર સવારે 7 કલાકથી બપોરે 12 કલાક સુધી જ ખુલ્લા રહેશે અને ત્યાર બાદ બંધ પાળવામાં આવશે.

ઉપરાંત એવો પણ નિર્ણય કરવામાં આવ્યો કે ગામનો કોઈ વ્યક્તિ માસ્ક વગર નજરે પડશે તો તેની પાસેથી રૂ. 50 દંડ વસુલવામાં આવશે. ઉપરાંત જો કોઈ કોરોના સંક્રમિત દર્દી કોરાન્ટઈનનો ભંગ કરશે તો તેની પાસેથી રૂ. 1 હજાર દંડ વસુલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના પ્રથમ રાઉન્ડ વખતે પણ ઈલાવ ગામના લોકોએ સૌપ્રથમ ચેક પોસ્ટ બનાવી હતી. કોરોનાને અટકાવવા ગામ આગળ આવી રહ્યા છે. પરંતુ શહેરો કે જ્યાં સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે તેઓ આગળ આવી નથી રહ્યા જે દુખદ બાબત છે.

ગામનો સંપ અને કુનેહથી લેવાયેલા નિર્ણય કારગર સાબિત થયો
એવું નથી એકે ઈલાવ ગામમાં કોરોનાના કેસ નથી નોધાયા, પણ ગામનો સંપ અને કુનેહથી લેવાયેલા નિર્ણય કારગર સાબિત થયા છે. અને કોરોના પોઝિટિવ કેસનો ગ્રાફ દિવસે દિવસે ઘટી રહ્યો છે. ઈલાવ ગામના તબીબ ડો. અંકિત મહેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે સાત હજારની વસ્તી ધરાવતા ઈલાવ ગામમાંથી અને લોકો વ્યવસાય અર્થે શહેરમાં જતા હોવાથી ગામમાં પણ કોવિડ સંક્રમણ આવ્યું હતું. પણ ગ્રામજનો દ્વારા અગમચેતીના પગલા ભરવામાં આવ્યા હતા જેથી પાણી પેહલા પાડ બાંધવામાં તેઓ સફળ રહ્યાં હતા.

ગ્રામજનોના સાથ સહકારથી જ હું કોરોના સામેની જંગ જીત્યો
તો ગામના ૩૬ વર્ષીય યુવાન બળદેવ પટેલ કે જેઓ તાજેતરમાં જ કોરોના પોઝિટિવ થયા હતા. તેઓએ જણાવ્યું હતું કે મારો રીપોર્ટ પોઝિટિવ આવતા પ્રથમ તો હું ડરી ગયો હતો. પરંતુ ગામના અન્ય મિત્રો અને વડીલોએ મને હિંમત આપતા માત્ર 6 દિવસમાંજ મે કોરોનાને મ્હાત આપી હતી. તેઓ પોતાના ઘરમાં જ ઉપરના માળે એક અલગ રૂમમાં કોરનટાઈન થઇ ગયા હતા. તો ઘરના અન્ય સભ્યો નીચેના મકાનમાં આઈસોલેટ થયા હતા. જયારે સવાર સાંજ ગ્રામજનો તેઓના ઘરે જરૂરી ચીજવસ્તુઓ, શાકભાજી તથા જમવાનું પહોંચાડતા હતા. તોએ ઉમેર્યું હતું કે ગ્રામજનોના સાથ સહકારથી જ હું કોરોના સામેની જંગ જીત્યો છું.

જય વ્યાસ અને તેઓના પત્ની કામિની વ્યાસ એક સાથે પોઝિટિવ આવ્યા
​​​​​​​
ગામના એક જ પરિવારમાં જય વ્યાસ અને તેઓના પત્ની કામિની વ્યાસ એક સાથે પોઝિટિવ આવતા બેઉ જણા એક મેકના પુરક બન્યા હતા. પોતાના ઘરમાં જ કોરોન્ટઈન થઇને તેઓએ પૂર્ણ સાવચેતી રાખી કોરોનાને હરાવ્યો હતો. કામિની બહેને જણાવ્યું હતું કે તેઓ તેમના સાસુ સસરાનો દિલથી આભાર માને છે કે જેઓએ આવા કપરા સમયમાં તેઓના સાત વર્ષના બાળકની પૂર્ણ સંભાળ રાખી હતી.

ગામમાં સાંજની ઓટલા બેઠક પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો
​​​​​​​​​​​​​​
હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્ય્ક્ષ અને ઈલાવ ગામના આગેવાન જયેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી ગ્રામ પંચાયત દ્વારા લેવાયેલા અમુક નિર્ણયો ગામ માટે ખુબ જ ઉપયોગી સાબિત થયા છે. છેલ્લા 20 દિવસથી ગામમાં સાંજની ઓટલા બેઠક પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અને ગામનો કોઈ વ્યક્તિ માસ્ક વગર નજરે પડશે તો તેની પાસેથી રૂ. 50 દંડ વસુલવામાં આવશે. ઉપરાંત જો કોઈ કોરોના સંક્રમિત દર્દી કોરાન્ટઈનનો ભંગ કરશે તો તેની પાસેથી રૂ. 1 હજાર દંડ વસુલવામાં આવશે જેનો પણ ચુસ્ત પણે અમલ કરાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો