અખાત્રીજ:જિલ્લામાં મંગળવારે શુભ મુહૂર્તે લોકોએ 7 કરોડનું સોનું ખરીદ્યું

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 વર્ષ બાદ ગ્રહોના અનોખા સંયોગના મુહૂર્તને સાચવી જિલ્લાવાસીઓએ ખરીદી કરી
  • કોરોનાકાળમાં લોકડાઉન અને અન્ય બંધનોના કારણે સોનાની ખરીદીમાં ઘટાડો નોંધાયો હતો

ભરૂચ શહેર જિલ્લામાં અખાત્રીજ એટલે કે વણજોયા મુહૂર્તના દિવસે જ્વેલર્સની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી હતી. કોરોનાકાળમાં લોકડાઉન અને અન્ય બંધનોના કારણે સોનાની ખરીદીમાં ઘટાડો નોંધયો હતો. જોકે, આ વર્ષે લોકોએ શુકનનું સોનુ ખરીદવા માટે દુકાનોમાં હોડ લગાવી હતી. ભરૂચ જિલ્લામાં અંદાજે 5થી 7 કરોડ રૂપિયાથી વધુનું સોનુ વેચાયુ હોવાનો અંદાજ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

આજે અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત,આજના દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે ત્યારે આજે ભરૂચ જિલ્લામાં અંદાજે 5થી 7 કરોડ રૂપિયાથી વધુનું સોનુ વેચાયુ હોવાનો અંદાજ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્વેલર્સના જણાવ્યાનુંસાર કોરોનાને પગલે ગત વર્ષે વેપાર પર અસર થઈ હતી, ત્યારે આ વર્ષે અખાત્રીજ વેપાર માટે શુભ મુહૂર્ત લઈને આવ્યું છે.

અત્યારસુધી ભાવ વધારાના કારણે લોકો સોનુ ખરીદતા ન હતા પણ છેલ્લા એક અઠવાડિયામાં સોનાનો ભાવ 3 થી 4 હજાર ઘટી ગયો છે.સોનાનો ભાવ જે અગાઉ 54 હજાર હતો જે હવે ઘટીને 49 હજારની આસપાસ છે. મંગળવારે લોકોએ શૂભ મુહૂર્ત સાચવવા સોનાની ખરીદીમાં પણ ભારે ઉત્સાહ દાખવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...