8686 ગામડાંને નવા સુકાની મળ્યા:ગામના નવા સરપંચનું નામ જાણવા મતગણતરી કેન્દ્રો પર લોકોનો જમાવડો

ભરૂચ, સંખેડા, લીમખેડા, લિલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લીમખેડામાં મતગણતરી ટાણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભીડ વધતા પોલીસે બેરિકેટ મુક્યા હતા. તે બેરિકેટ તોડીને લોકોએ આગળ જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લોકોને દૂર ખસી જવા વિનંતી કરી પરંતુ લોકો માનતા ન હોવાથી પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.

સુરતના ચોર્યાસી તાલુકાના રાજગરી ગામના સરપંચ વિજેતા થતા વિજય સરઘસમાં સરપંચની પુત્રી બુલેટ પર ગામની મહિલા સાથે કૂકર પર નીકળતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

લિલિયામા અાજે સરપંચ પદે જીવનભાઇ વાેરા વિજેતા બનતા તેમના સમર્થકાેમા ભારે ખુશીનાે માહાેલ છવાઇ ગયાે હતાે. કેટલાક સમર્થકાે ઉંટ પર બેસીને વિજય સરઘસમાં જાેડાયા હતા. બીજી બાજુ અમરેલી જિલ્લામાં મતગણતરી પૂર્ણ થાય તે પહેલાં જ ભાજપે 90% ગ્રામ પંચાયત જીત્યાનો જ્યારે કોંગ્રેસે 80% ગ્રામ પંચાયત જીતવાનો દાવો કર્યો છે.

સંખેડા: માલુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપર પર મારેલો સિક્કો યોગ્ય છે કે નહીં તેની ચકાસણી બિલોરી કાચથી ચૂંટણી અધિકારી કરી રહ્યા છે.

ભરૂચના હિગલોટમાં સરઘસ પર પથ્થરમારો
ભરૂચ જિલ્લામાં સાંજ સુધી શાંતિભર્યા માહોલમાં બાદ તાલુકાના હિંગલોટ ગામે વિજય સરઘસોમાં હંગામાની ઘટના સામે આવી છે. વિજેતા સરપંચ અને તેમના સભ્યો ગામમાં વિજય સરઘસ સાથે મતદારોનો આભાર માનવા નીકળ્યા હતા. ત્યારે જ હારેલા ઉમેદવારના પરિવારોએ પથ્થરમારો અને લાકડી વડે હુમલો કરતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...